તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:IMAના સભ્યોને બદલે 20 ભાવિ તબીબોને પ્રતીક ઉપવાસ કરાવ્યા!, આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટ અપાતાં વિરોધ કરાઈ રહ્યો છે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નાગરવાડામાં આઈએમએ ભવન ખાતે 20 જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પ્રતીક ઉપવાસ કરાયા હતા. - Divya Bhaskar
નાગરવાડામાં આઈએમએ ભવન ખાતે 20 જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પ્રતીક ઉપવાસ કરાયા હતા.
 • મેડિકલ સ્ટુડન્ટ્સે બેનર સાથે રાખીને મૌન વિરોધ પ્રદર્શન પણ કર્યું

સરકાર સામે મેડિકલ ક્ષેત્રના મિક્સોપથીનો ઉગ્ર વિરોધ કરનાર આઇએમએના હેડ ક્વાર્ટરની સૂચના મુજબ આઇએમએના સભ્ય તબીબોના બદલે 20 મેડિકલ સ્ટુડન્ટ્સ વડોદરાના સલાટવાડા વિસ્તારના આઇએમએ હાઉસ ખાતે પ્રતીક ઉપવાસ પર ઊતર્યા હતા. સવારે 10 વાગ્યાથી વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા. તબીબ વિદ્યાર્થીઓએ બેનર સાથે મૌન વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આઇએમએના પદાધિકારીઓના જણાવ્યા મુજબ આયુર્વેદ તબીબોને સર્જરી કરવાની છૂટ આપીને મિક્સોપથીનો અમલ મેડિકલ ક્ષેત્રે થઇ જશે તો તેનાં માઠાં પરિણામો લોકોએ જ ભોગવવાં પડશે. લોકોને આ મુદ્દે જાગરૂક થવાની જરૂર છે. આ ઉપવાસમાં ગોત્રી જીએમઇઆરએસ અને સુમનદીપ વિદ્યાપીઠ તથા પારુલ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અને જુનિયર રેસિડેન્ટ્સ ‘ સેવ ધ ઇન્ડિયન હેલ્થ કેર’ ના સૂત્ર સાથે જોડાયા હતા.

આયુર્વેદ સામેનો વિરોધ નથી
આયુર્વેદ કેટલાક રોગોમાં ખૂબ જ અસરકારક પરિણામો આપે છે. અમારો વિરોધ આયુર્વેદ સામે નથી, પણ અલોપથી તબીબો 10 વર્ષ આપીને જે સર્જરીઓ સ્પેશિયલાઇઝેશન કરીને શીખે છે, તેવી સર્જરી 3 વર્ષમાં કેવી રીતે આયુર્વેદ તબીબ શીખી શકે? અમારો વિરોધ તબીબોને જે 56 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપી છે તે સામે છે. > ડો. નદિમ ખાન, જુનિયર તબીબ

એલોપથી, મિક્સોપથી નથી
સરકાર એવું ઇચ્છે છે કે મેડિકલ સ્ટુડન્ટ્સ તમામ શાખાઓનું નોલેજ મેળવે. દુનિયાભરમાં ભારતીય એલોપથી તબીબોની બોલબાલા છે. અમેરિકામાં 30 ટકા તબીબો મૂળ ભારતીય છે. મિક્સોપથી ભણીને ગયેલા તબીબને દુનિયામાં કોઇ પૂછશે નહીં. આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટ આપવાનો નિર્ણય અયોગ્ય છે, જે સામે વિરોધ છે. > ડો. પરેશ મજમુદાર, આઇએમએ

MBBS સર્જરી ન કરી શકે તો આયુર્વેદ તબીબ કેવી રીતે કરી શકે
એમબીબીએસ તબીબ ફેમિલી ફિઝિશિયન તરીકે લોકોને દવા આપી શકે, પણ 45 વર્ષની પ્રેક્ટિસના અનુભવ બાદ તેને સર્જરી કરવાની છૂટ નથી. જ્યારે 5 વર્ષ ભણેલા આયુર્વેદ તબીબો 56 પ્રકારની સર્જરી કેવી રીતે કરી શકે? પ્લાસ્ટિક સર્જન પણ 10 વર્ષના અભ્યાસ બાદ બને છે. એલોપથી તબીબ સાથે અન્યાય છે. - ડો. રવીન્દ્ર નાણાવટી, ફેમિલી ફિઝિશિયન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો