એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની 23મી જૂનથી એસવાય બીકોમની પરીક્ષા શરૂ થઇ રહી છે તે પહેલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવા માટેની માંગણી કરવામાં આવી છે. હોસ્ટેલમાં એડમિશન નહિ હોય તો બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓની અન્ય વ્યવસ્થા ઉભી કરવી પડશે.
કોમર્સ ફેકલ્ટીમાં 23મી જૂનથી એસવાય બીકોમની ફાઇનલ પરીક્ષા શરૂ થઇ રહી છે. જોકે વિદ્યાર્થી માટે હજુ સુધી હોસ્ટેલ પ્રવેશની કાર્યવાહી કરવામાં આવી નથી. હોસ્ટેલમાં નવા શૈક્ષણિક વર્ષથી પ્રવેશની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે હોસ્ટેલમાં એડમિશન સહિત એકડમિક કેલેન્ડર ખોરવાઇ ગયું છે.
યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં પણ ઓફલાઇન પરીક્ષા લેવામાં આવનાર છે. વેકેશન ખુલ્યા પછી 23 મી જૂનથી કોમર્સ ફેકલ્ટીના એસવાય બીકોમની ઓફલાઇન પરીક્ષા શરૂ થનાર છે. ત્યારે જે વિદ્યાર્થીઓ શહેર બહાર રહે છે તેવા વિદ્યાર્થીઓને રહેવા માટેની તકલીફ ઉભી થાય તેમ છે. જેના કારણે વિદ્યાર્થી આગેવાનો દ્વારા હોસ્ટેલમાં પ્રવેશ શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.