તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્ડરની અદાવતમાં તકરાર:કાશીબા હોસ્પિટલ પાસે રાત્રે યુવક પર તલવારથી હુમલો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કારેલીબાગ બુદ્ધદેવ કોલોની ચાર રસ્તા નજીક જૂના ઝઘડાની અદાવતે બાઇક પર આવેલા બે પૈકીના એકે તલવારથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવકને સયાજીમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે બંને પક્ષે ફરિયાદ નોંધાતાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી હતી.

કારેલીબાગ નાગરવાડામાં રહેતા હિમાંશુ શર્મા કાશીબા હોસ્પિટલ સામે ચાની દુકાન ચલાવે છે. હિમાંશુ શર્મા મોડી રાતે તેની દુકાને કામ કરતા ધવલ સાલવી સાથે બુદ્ધદેવ કોલોની ચાર રસ્તા પાસે ઊભાે હતાે ત્યારે તેજા રત્ના ભરવાડ અને કેસર અબરાર અલી પઠાણ બાઇક અને સ્કૂટર પર ત્યાં આવ્યા હતા. જે પૈકી તેજા ભરવાડે હિમાંશુને કહ્યું હતું કે, 2015માં મારા ભાઈ ગોગલ ભરવાડનું મર્ડર કરાવેલ છે તેવી મને વાત જાણવા મળી છે, કહી માથામાં લાકડાનો ફટકો માર્યો હતો. તદુપરાંત કેસર પઠાણે તલવારથી હુમલો કર્યો હતો. જેમાં હિમાંશુ શર્માને ઇજા પહોંચતા સયાજીમાં લઈ જવાયો હતો. હિમાંશુ શર્માએ કારેલીબાગ પોલીસ મથકમાં તેજા ભરવાડ અને કેસર પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ કેસર અબરારઅલી પઠાણે હિમાંશુ શર્મા અને ધવલ સામે કારેલીબાગની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સિગારેટ પીને પૈસા આપવા બાબતે હિમાંશુ સાથે ઝઘડો થયો હતો. જેમાં ધવલ નામના વ્યક્તિએ તેના માથામાં લાકડીનો ફટકો મારતા તેઓને સયાજીમાં ખસેડવામાં આવ્યો હતો. મારામારીના બનાવમાં કારેલીબાગ પોલીસે કેસર પઠાણ અને ધવલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...