વડોદરા PI પત્ની ગુમ કેસ:FSLના રિપોર્ટ બાદ 39 દિવસથી લાપતા સ્વીટી પટેલની હત્યાની આશંકા પ્રબળ બની, હવે DNA, પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ રહસ્ય ખોલશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પીઆઇ દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે અને હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
  • સ્વીટીના બે વર્ષના બાળકના સેમ્પલ લઇને ડીએનએ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના કેસ દહેજના અટાલી ગામ નજીક અવાવરું મકાનમાંથી સળગેલી હાલતમાં મળેલા હાડકાં યુવાન અને મધ્યમ વર્ગની વયના માનવ શરીરના હોવાનું બહાર આવ્યું છે, ત્યાર બાદ સ્વીટીની હત્યા થઇ હોવાની પોલીસની શંકા હવે પ્રબળ બની ગઇ છે. પોલીસે પીઆઇ દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે અને હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત સ્વીટી પટેલના બે વર્ષના બાળક અને મળી આવેલા હાડકાંના સેમ્પલના DNA ટેસ્ટ કરવામાં આવશે. આમ DNA, પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ સ્વીટી પટેલના રહસ્યો ખોલશે તેમ પોલીસ માની રહી છે.

ડીએનએ ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાય છે
જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ જણાવ્યું હતું કે, રહસ્યમય ગૂમ પીઆઇ પત્ની સ્વીટી પટેલ પ્રકરણમાં હાલ ડીએનએ ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ રિપોર્ટ આગામી ચાર-પાંચ દિવસમાં આવશે. આજે પણ પીઆઇ એ.એ. પટેલનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

હાડકાંની તપાસ માટે એફએસએલ અધિકારીઓની ટીમને બોલાવાઈ હતી
વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનાર પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 39 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દહેજ પંથકમાં વડોદરા જિલ્લા એલસીબી અને ભરૂચ પોલીસનો સ્ટાફ સર્ચ ઓપરેશનમાં લાગ્યો હતો. દરમિયાન ગત શનિવારે બપોર બાદ દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. આ હાડકાં માનવ શરીરનાં છે કે પ્રાણીનાં છે તે સહિતના મુદ્દા પર તપાસ કરવા એફએસએલ અધિકારીઓની ટીમને બોલાવાઈ હતી.

પોલીસે પીઆઇ દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે અને હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે
પોલીસે પીઆઇ દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે અને હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે

2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલાયાં
હાડકાંના નમૂના એકત્ર કરીને એફએસએલ ખાતે મોકલાયાં હતાં. આ રિપોર્ટ મંગળવારે આવી ગયો હતો, જેમાં સળગેલાં હાડકાંના આકાર અને બંધારણ મુજબ તે યુવાન વય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું પ્રાથમિક તારણ અપાતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. કંઇક અજુગતું બન્યું હોવાની આશંકાના આધારે ચાલી રહેલી તપાસમાં હાડકાંનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો પોલીસે નિર્ણય લીધો હતો. જેથી પીઆઇ દેસાઇ તથા તેમનાં પત્ની સ્વીટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલાયાં હતાં. હાડકાં અને બાળકના સેમ્પલ લઇને ડીએનએ મેચ કરાશે. એફએસએલમાં ડીએનએ ટેસ્ટ કરાવાની પોલીસે પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

દહેજના અટાલી ગામ નજીક અવાવરું મકાનમાંથી સળગેલી હાલતમાં મળેલા હાડકાં યુવાન અને મધ્યમ વર્ગની વયના માનવ શરીરના હોવાનું બહાર આવ્યું
દહેજના અટાલી ગામ નજીક અવાવરું મકાનમાંથી સળગેલી હાલતમાં મળેલા હાડકાં યુવાન અને મધ્યમ વર્ગની વયના માનવ શરીરના હોવાનું બહાર આવ્યું

પીઆઇ દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવાયો
સ્વિટી પટેલના ગુમ થવાના ચકચારી પ્રકરણની તપાસ કરી રહેલી જિલ્લા પોલીસે પીઆઇ એ.એ.દેસાઇના પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવાની મંજૂરી મેળવ્યા બાદ મંગળવારે પીઆઇ દેસાઇના ગાંધીનગર એફએસએલ ખાતે પોલિગ્રાફ ટેસ્ટ કરાવા માટે લઇ જવાયા હતા. જ્યાં પોલિગ્રાફ ટેસ્ટ કરાવાયો હતો. એફએસએલ દ્વારા શિડ્યૂલ નક્કી કરાયા બાદ પીઆઇનો નાર્કો ટેસ્ટ કરાવાશે.

સ્વીટીના બે વર્ષના બાળકના સેમ્પલ લઇને ડીએનએ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી
સ્વીટીના બે વર્ષના બાળકના સેમ્પલ લઇને ડીએનએ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી

39 દિવસથી સ્વીટી પટેલ ગુમ છે
સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં ભારે ચકચાર જગાવી મૂકનાર સ્વીટી પટેલ ગુમ થયે 39 દિવસ થઈ ચૂક્યાં છે. વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી હતી, પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસ હવે પીઆઇ દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવશે
પોલીસ હવે પીઆઇ દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવશે

માનવ હાડકાં રહસ્યમય સ્વીટી પટેલ પ્રકરણ પરથી પડદો ઉંચકે તેવી શક્યતા
આ ઉપરાંત પોલીસ દ્વારા પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની હોસ્પિટલોના કોલ્ડરૂમોમાં પણ બિનવારસી ડેડ બોડી અંગે તપાસ કરાવી છે. જોકે, આ રાજ્યોમાંથી પણ હજુ કોઇ સગડ મળ્યા નથી. જોકે, પોલીસને અટાલી ગામ પાસેના અવાવરું મકાનમાંથી મળેલા માનવ હાડકાં રહસ્યમય ગુમ સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકે તેવી આશા છે.