તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:સ્વીટી અને પીઆઈ દેસાઈ અમદાવાદની સ્કૂલમાં "માઇન્ડ પાવર" ના કાર્યક્રમમાં મળેલા, પ્રેમ પાંગરતા 2016માં લગ્ન કરેલા

વડોદરા2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
ગુમ થયેલી સ્વીટી પટેલને શોધવા માટે પોલીસ ટેક્નિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી રહી છે.
  • પોલીસ તંત્ર માટે પડકારરૂપ બનેલા કેસમાં કોઈ કડી મળતી નથી
  • 35 દિવસમાં 17 મૃતદેહોને તપાસમાં આવ્યાં છતા ઓળખ થઈ નથી

ભારે ચકચાર જગાવી ચૂકેલા કેસમાં સ્વીટી પટેલના ગુમ થયાના 35 દિવસ થઈ ચૂક્યાં છે.પોલીસ અત્યાર સુધીમાં રાજ્યભરના શબઘરોમાં 17થી વધુ બિનવારસી ડેડબોડી ફંફોસી છે છતાં સ્વીટીનો પતો લાગ્યો નથી.શોધખોળના શક્ય તમામ પ્રયાસો કરી ચૂકેલી પોલીસ હાલ PI દેસાઈના સીડીએસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સીડીએસ રિપોર્ટમાંથી કોઈ મહત્વની કડી હાથ લાગે તેવું હાલ પોલીસ માની રહી છે.ત્યારે મળતી વિગતો અનુસાર બીજા લગ્ન કરનાર સ્વીટી પટેલ અને પીઆઈ એ.એ.દેસાઈની સૌ પ્રથમ મુલાકાત અમદાવાદના બોપલમાં થઈ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2015માં એક સ્કૂલમાં યોજાયેલા "માઇન્ડ પાવર" નામના કાર્યક્રમમાં થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા 2016માં લગ્ન થયા અને ત્યારથી બન્ને સાથે રહેતા હતાં.

PI ને અમદાવાદમાં સ્વીટી સાથે મૂલાકાત થયેલી
મળેલી માહિતી પ્રમાણે જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ., એ.એ. દેસાઇ અને સ્વીટી બન્નેના પ્રથમ લગ્ન થયા બાદ ત્યાંથી છૂટા થઈને આ બીજા લગ્ન કર્યા હતાં. એ.એ. દેસાઇ વર્ષ-2015માં અમદાવાદ રૂરલમાં એલ.આઇ.બી.માં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હતાં. ત્યારે સ્વીટી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી હતી. વર્ષ-2015માં એક સ્કૂલમાં "માઇન્ડ પાવર" નામના યોજાયેલા ક્રાયક્રમમાં પી.આઇ. એ.એ. દેસાઇ અને સ્વીટી પટેલ સંપર્કમાં આવ્યા હતા. તે બાદ તેઓ વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો. અવારનવાર મુલાકાતો થતી હતી. અંતે બંનેએ વર્ષ-2016માં લગ્ન કર્યા હતાં. ત્યારથી બંને સાથે રહેતા હતાં.જો કે પાંચ વર્ષ સાથે રહ્યા બાદ છેલ્લા 35 દિવસથી સ્વીટી પટેલ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે.

સ્વીટી પટેલની ગુજરાતભરમાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.
સ્વીટી પટેલની ગુજરાતભરમાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પોલીસે આકાશ પાતાળ એક કર્યા
વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી છે. પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 35 દિવસની તપાસ પછી પણ સ્વીટીની કોઇ કડી પોલીસને ન મળતા પોલીસની શંકાઓ વધી ગઇ છે. ત્યારે તપાસ ટીમ પી.આઇ.ના લેવામાં આવેલા સી.ડી.એસ. ટેસ્ટ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પી.આઇ.ના લેવાયેલા સીડીએસ રિપોર્ટ આવ્યા બાદ કોઇ કડી મળવાની તપાસ ટીમને આશા છે.

પોલીસ દ્વારા મૃતદેહોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા મૃતદેહોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

PIના ચાર સીડીએસ ટેસ્ટ કરાયા છે
જિલ્લા પોલીસ તંત્ર માટે પડકારરૂપ આ ચકચારી પ્રકરણની તપાસ કરી રહેલા ડભોઇ ડિવીઝનના ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્વીટીના પતિ પી.આઇ. પતિ એ.એ. દેસાઇના ચાર સીડીએસ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે ટેસ્ટના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કોઇ કડી મળે તેવી આશા છે. સ્વીટીની ભાળ મેળવવા માટે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં પડેલી 17 બિનવારસી મહિલાઓની લાશની તપાસ કરવામાં આવી છે. પરંતુ, તેમાંથી એક પણ મહિલાની લાશ સ્વીટીની નથી. પોલીસની ટીમો દ્વારા વિવિધ દીશામાં અને વિવિધ એંગલો ઉપર તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ, રહસ્યમય ગુમ સ્વીટીની કોઇ ભાળ મળતી નથી.

સ્વીટી પટેલ ગુમ થયા બાદ પીઆઈ દેસાઈના ચાર ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
સ્વીટી પટેલ ગુમ થયા બાદ પીઆઈ દેસાઈના ચાર ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

ટેક્નિકલ સર્વેલન્સનો સહારો લેવાયો
વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા ચાર દિવસથી તપાસ ચાલી રહી છે. આજે પણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળા અને તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ, કોઇ કડી મળી ન હતી.પોલીસે પીઆઇ અને તેમનાં પત્નીની કોલ ડિટેઇલ પણ મંગાવી છે અને તેમની કોની કોની સાથે કયા સંદર્ભમાં વાતચીત થઇ હતી, તે મુદ્દા પર તપાસ કરાઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવના દિવસે કે રાત્રે પીઆઇના પત્નીની કોઇની સાથે વાતચીત થઇ હતી કે, કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. પીઆઇની પત્નીને શોધવા ટેક્નિકલ સર્વેલન્સનો સહારો પણ લેવાયો છે પણ કોઇ કડી મળી શકી ન હતી.