સમજણનો અભાવ:વડોદરાની સયાજી હોસ્પિટલમાં પાન-ગુટખાના થૂંકથી રંગાતી દિવાલોને સાફ કરવા સફાઈ સેવકોને પરસેવો પાડવો પડે છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સફાઈ કર્મચારીઓને સતત સફાઈ કરવામાં વ્યસ્ત રહેવું પડે છે. - Divya Bhaskar
સફાઈ કર્મચારીઓને સતત સફાઈ કરવામાં વ્યસ્ત રહેવું પડે છે.
  • હોસ્પિટલની સફાઈ માત્ર સેવકોની નહિ સૌની જવાબદારી-તબીબી અધિક્ષક

વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા પાન પડિકીનું સેવન કરીને જ્યાં ખૂણો દેખાય ત્યાં થૂંકે છે. આ થૂંકવાની ગંદી આદત સફાઇ કર્મચારીઓ માટે મોટી આફત બને છે અને તેની સફાઈનું કામ ભારે પરિશ્રમ કરાવે છે.

લોકો હોસ્પિટલ જેવી જાહેર જગ્યાએ પણ જ્યાં ત્યાં થૂંકતા હોવાનું સામે આવી રહ્યું છે.
લોકો હોસ્પિટલ જેવી જાહેર જગ્યાએ પણ જ્યાં ત્યાં થૂંકતા હોવાનું સામે આવી રહ્યું છે.

ગંદકીના વરવા દ્રશ્યો
આ આદતથી કદાચ કોઈ મુક્ત નથી.તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયર જણાવે છે કે, ચોથા વર્ગના સફાઇ સેવકોએ ખૂણે ખૂણાની સફાઇ માટે સખત પરસેવો પાડવો જ પડે છે. આ જાહેર હોસ્પિટલમાં દર્દીઓ જેટલી જ સગાવહાલા ની ભીડ ઉભરાય છે. પાન પડીકી,ગુટખા એ લગભગ વ્યાપક આદત બની ગઈ છે.જે આ વરવા દૃશ્યો સર્જે છે.આ સ્થિતિના સર્જનમાં આ આદતો ધરાવતા આરોગ્ય ટીમના સદસ્યોનું પણ થોડું ઘણું યોગદાન ચોક્કસ હશે.

પાન-મસાલાના ડાઘ દૂર કરવામાં સફાઈ કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.
પાન-મસાલાના ડાઘ દૂર કરવામાં સફાઈ કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.

સ્વચ્છતા જાળવવી સૌની જવાબદારી
આ આદતને પરિણામે વોશ બેસિન ભરાઈ જાય છે અને ગંદુ પાણી વહે છે.પિચકારીઓ વગરનો કોઈ ખૂણો શોધી આપનારને ઈનામ આપવું પડે એવી હાલત થાય છે. માત્ર દવાખાનાઓ નહિ બસ અને રેલ્વે સ્ટેશન,જાહેર ઇમારતો અને કચેરીઓ કોઈ સ્થળને આ લોકો છોડતા નથી. આરોગ્યધામની આ તમામ સ્થળોની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી એ માત્ર સફાઇ સેવકોની નહિ સહુની ફરજ છે.સહુ સભાનતાપૂર્વક વર્તે અને સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપે એ ઇચ્છનીય છે.