નિર્ણય:પાલિકાના 5 હજાર કર્મીને સ્વેટર અને જર્સી અપાશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા અને ચોથા વર્ગ માટે 38 લાખ ખર્ચ કરાશે

પાલિકામાં વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ત્રીજા અને ચોથા વર્ગના 5 હજાર કર્મચારીઓને 38 લાખના ખર્ચે શિયાળા માટે સ્વેટર અને જર્સી અપાશે. ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને દર પાંચ વર્ષે એક સ્વેટર અને જર્સી અપાય છે. જેમાં પુરુષ કર્મીને સ્વેટર અને મહિલા કર્મીને જર્સી અપાય છે. આ ખરીદી 2017 થી 2021 ના બ્લોક પેટે કરાશે.

આ ખરીદી કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 30 જૂનેપત્ર જારી કરાયો હતો અને તેની ખરીદીની મંજૂરી મેળવી ટેન્ડર મંગાવ્યા હતા. ટેન્ડર સાથે સ્વેટર અને જર્સીના સેમ્પલ પણ આવ્યા હતા. કુલ 8 ટેન્ડર કોર્પોરેશનને મળ્યા હતા. સ્વેટર અને જર્સીના સેમ્પલ લેબોરેટરી ખાતે ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા.

જેમાંથી ત્રણ ક્વોલિફાય થયા હતા. એક ઇજારદારનું ટેન્ડર 3.09 ટકા વધુ ભાવ નું હતું. જેને ભાવ ઘટાડો કરવાનું કહેતા છેવટે અઢી ટકા વધુ ભાવનું 38.02 લાખનું સ્વેટર અને જર્સીની ખરીદીનું ટેન્ડર સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કર્યું હતું. પુરૂષ કર્મી માટે 3500 અને મહિલા કર્મી માટે 1500 જર્સીની ખરીદી થશે.