ડાયવર્ઝન:ચોખંડીથી સ્વામિનારાયણ મંદિર રોડ 70 દિવસ બંધ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી ગટરની લાઈન નાખવાની કામગીરી
  • વાહનચાલકોએ ડીસીબી રોડ થઇને જવું પડશે

શહેરના અતિસંવેદનશીલ એવા વાડી મોગલ રેસ્ટોરન્ટ થી સ્વામિનારાયણ મંદિર તરફ જવાના રસ્તા પર વરસાદી ગટર માટેની લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી 70 દિવસ સુધી એટલે કે બે મહિના કરતાં પણ વધુ સમય માટે રસ્તો સદંતર બંધ રહેશે અને તેના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ વાહનચાલકોએ કરવાનો રહેશે. પાલિકાના વહીવટી વોર્ડ નંબર 1માં વાડી મોગલ રેસ્ટોરન્ટ થી સ્વામિનારાયણ મંદિર તરફ 450 એમ એમ ડાયા મીટરની વરસાદી લાઈન લગભગ 370 રનીંગ મીટરમાં નાખવાની છે અને તેના માટે અંદાજિત 20 લાખનો ખર્ચ થશે. પાલિકા મુજબ તમામ પ્રકારના વાહનો માટે રોડ બંધ કરાશે. તેના વિકલ્પે વાડી મોગલ રેસ્ટોરન્ટ થી સ્વામિનારાયણ મંદિર રસ્તા પર આવતા તમામ ટ્રાફિકને ગેંડીગેટ થી ડીસીબી પોલીસ સ્ટેશન થઈ સ્વામિનારાયણ મંદિર તરફ તથા મોગલ હોટલ થી શનિદેવ મંદિર થઈ વાડી રંગ મહાલથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા રસ્તા પર અવરજવર થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...