તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પુરુષસુક્તથી સ્વામીજીની અંત્યેષ્ઠી:માત્ર સંતો-શ્રેષ્ઠીઓ હાજર રહેશે, હરિભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે; રાજકોટના શાસ્ત્રી સહિત 5 પંડિતો અંતિમ સંસ્કાર વિધિ કરશે

વડોદરા2 મહિનો પહેલા
4 ફૂટનું પ્લેટફોર્મ તૈયાર થતાં લીપણ કરાયું
  • 7 નદીનાં તીર્થજળ અને ગુલાબ-કેસરના જળથી અભિષેક બાદ નશ્વર દેહની પાલખી યાત્રા કઢાશે

1 ઓગષ્ટના રોજ મંદિર પરીસરમાં જ લીમડા વન ખાતે સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધી કરાવામાં આવશે. જેમાં માત્ર સંતો, અગ્રણીઓ હાજર રહેશે. હરિભકતોને પ્રવેશ નહીં અપાય, તેઓ ઓનલાઇન દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર વિધીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

હસ્તાક્ષર બન્યા સંભારણું
હસ્તાક્ષર બન્યા સંભારણું
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ગુરૂપ્રસાદ સ્વામીજીએ જણાવ્યું હતું કે, 1 ઓગષ્ટના રોજ સવાર થી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવશે. અંત્યેષ્ટીની આ શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવાશે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે. ગુરૂપ્રસાદ સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે, અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પુજા કરાશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરાશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ

ગુરૂપ્રસાદ સ્વામીએ જણાવ્યું કે, શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂર્ણ થયા બાદ હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવશે. મંદિરની પ્રદક્ષિણા બાદ અંત્યેષ્ટિ સ્થળે લીમડાવનમાં અંતિમયાત્રા પહોચશે. ત્યાં પણ પુરૂષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધી કરવામાં આવશે. અંત્યેષ્ટી માટે ચંદન,કેર,ઉમરો,પીપળો,સેવન,તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થશે. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાશે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ

સ્વામીજીના દિવ્ય વિગ્રહને ચરણકમળથી અગ્નિનો સ્પર્શ કરાવીને ચિતા પ્રજ્વલીત કરાશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ શોક સંદેશો પાઠવ્યો હતો કે સોખડા હરિધામ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજીના બ્રહ્મલીન થવાથી દુખ અનુભવું છું. સ્વામીજી ઈન્ટનેશનલ યુથ આઈકોન અને દુનિયાભરના લાખો યુવાનો માટે સાચા પથદર્શક હતાં.

શનિવારે સ્વામીજીના અંતિમ દર્શન કરનાર મહાનુભાવો

  • ઈશ્વરભાઈ પટેલ,રાજ્ય મંત્રી
  • ડો.વલ્લભભાઈ કથીરિયા,પૂર્વ કેન્દ્રિય મંત્રી
  • વિવેક પટેલ,ઋષિકેશ પટેલ,જીતુભાઈ વાઘાણી,મધુભાઈ શ્રીવાસ્તવ (ધારાસભ્યો)
  • સંજય રાવલ,મોટીવેશનલ સ્પિકર
  • ​​​​અજય યોગીજી મહારાજ,ઈન્દ્રપ્રસ્થ પીઠાધીશ્વર,દિલ્હી
  • કે.કે.કથારીયા, ખોડલધામ ટ્રસ્ટી,સુરત

હરિભક્તોએ સોનું-ચાંદી, ડોલર અને રોકડ દાનમાં આપી

લીમડા વન ખાતે સમાધી મંદિરના નિર્માણ અને કળશ સ્થાપન માટે ભક્તોએ પહેરેલા દાગીના, સોનું-ચાંદી,ડોલર અને રોકડ રકમ મોટી સંખ્યામાં દાનમાં આપી હતી.તેમજ સમાધી સ્થળે પધરાવ્યા હતા. 4 દિવસમાં 1 કોથળો ભરી રૂ.1-2 અને પાંચના સિક્કા અને 10 થાળી ભરીને સોનું-ચાંદી દાનમાં મળ્યાં છે.

સોખડા હરિધામ મંદિરના શિખરની ધજા અડધી કાઠીએ ફરકાવાઇ
સોખડા હરિધામ મંદિરના શિખરની ધજા અડધી કાઠીએ ફરકાવાઇ

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની રવિવારે અંતિમવિધિ કરવામાં આવશે. હરિધામ સોખડાના મંદિર પર તમામ ધજાઓ અડધી કાઠીએ ફરાવાઇ હતી. લીમડા વનમાં અંતિમવિધિ માટે તૈયાર કરાયેલા 4 ફૂટના પ્લેટફોર્મ પર બહેનો દ્વારા લીપણ કરાયું હતું.

ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું છે તે તમામ નદી ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા, તાપીના જળથી સ્વામી હરિપ્રસાદના દિવ્ય વિગ્રહને અભિષેક કરાવાશે. જેની સાથે વડીલ સંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોના ગાન કરાશે. આ સાથે પંચ મહાભૂત પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ ઉપરાંત હૃદયસ્થ આત્માના પ્રતિનિધિ રૂપ ષટપિંડ પૂજન થશે.

અન્ય સમાચારો પણ છે...