'મફતની રેવડી' વહેંચનાર AAPમાં:વડોદરામાં પેટ્રોલ, દૂધ, લીંબુ મફત વહેંચનાર સ્વેજલ વ્યાસ  AAPમાં જોડાયા, સોમવારે વિધિવત પ્રવેશ

વડોદરા2 મહિનો પહેલા
સ્વેજલ વ્યાસ. - Divya Bhaskar
સ્વેજલ વ્યાસ.

શહેરમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે હવે સ્વેજલ વ્યાસ મેદાને આવ્યા છે અને આજે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી સોમવારે વિધિવત રીતે AAPમાં જોડાઇ જશે. ઉલ્લેખનીય છે કે સ્વેજલ વ્યાસ મોંઘવારી મુદ્દે દૂધ, પેટ્રોલ અને લિંબુ મફતમાં વહેંચીના શહેરમાં જાણીતા બન્યા છે.

મફતની રેવડી અને સ્વેજલ વ્યાસને ખાસ કનેક્શન
રાજકારણમાં હાલ મફતની રેવડી શબ્દ પ્રચલિત બન્યો છે. ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આજે મુલાકાત કરી વડોદરાના સ્વેજલ વ્યાસ આમ આદમી પાર્ટીમાં જાડાયા છે. તેમજ વિધિવત રીતે તેઓ જાહેર કાર્યક્રમ યોજી સોમવારે પાર્ટીમાં પણ સામેલ થઇ થશે. હાલ જે પ્રકારે 'મફતની રેવડી' શબ્દ પ્રચલિત બન્યો છે તે સ્વેજલ વ્યાસ સાથે ક્યાંકને ક્યાંક કનેક્શન ધરાવે છે. કેમકે સ્વેજલ વ્યાસ મોંઘવારી મુદ્દે સરકારનો વિરોધ કરવા માટે વસ્તુઓ મફત વહેંચવા માટે પ્રખ્યાત બન્યા છે.

વડોદરામાં AAPને મળ્યો યુવા ચહેરો
સ્વેજલ વ્યાસે વડોદરામાં પેટ્રોલના ભાવ વધતા લોકોને મફત પેટ્રોલ વહેંચ્યું હતું. જ્યાર બાદ દૂધના ભાવ વધતા મફત દૂધની વહેંચણી કરી હતી. તેમજ થોડા મહિના પહેલા લીંબુના ભાવે આસમાને પહોંચતા પોલીસ કમિશ્નર કચેરી ખાતે મફત લીંબુ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. આમ મફતની રેવડી ભલે રાષ્ટ્રીય રાજકારણનો મુદ્દો બન્યો હોય. પરંતુ મફતમાં લોકોને વસ્તુઓ વહેંચનાર સ્વેજલ વ્યાસના રૂપમાં હવે વડોદરામાં આમ આદમી પાર્ટીને યુવા ચહેરો મળ્યો છે.

વોર્ડના પ્રશ્નોથી કરશે શરૂઆત
સ્વેજલ વ્યાસે દિવ્યભાસ્કર સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસો પાર્ટીને વડોદરામાં મજબૂત બનાવવા માટે દરેક વોર્ડથી શરૂઆત કરીશું. તેમજ શિક્ષણ અને રોજગારીના મુદ્દા ઉઠાવી. સાથે જ શહેરના વિકાસના મુ્દ્દા જનતા સમક્ષ લાવીશું.

અન્ય સમાચારો પણ છે...