તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:એસયુવી ગાડીથી પર્યાવરણને સૌથી વધુ હાનિ,પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મજબૂત કરી કાર કલ્ચર ઘટાડો:ડો.પાઠક

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભવિષ્યમાં તાઉ તે જેવા વાવાઝોડા અને કુદરતી આફતોના સામના માટે તૈયાર રહેવું પડશેે

ભારતીય ઉપખંડમાં તાપમાનમાં વધારો એ ભવિષ્ય નું સૌથી મોટું સંકટ છે , ભવિષ્યમાં તાઉ તે જેવા વિનાશક વાવાઝોડા અને કુદરતી આફતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. નવા સંશોધન મુજબ એસયુવી ગાડીથી પર્યાવરણને વધુ નુકશાન થઇ રહ્યુ હોવાનું ઇન્સ્ટીટયુટ ઓફ કલાઇમેન્ટ ચેન્જ મ. સ. યુનિવર્સિટી દ્વારા વિશ્વ પર્યાવરણ નિમિત્તે આયોજિત વેબિનારમાં મુખ્ય વક્તા તરીકે ઇન્ટર ગવર્મેન્ટ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના વૈજ્ઞાનિક ડો મીનલ પાઠકે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા સંશોધન મુજબ એસયુવી ગાડીઓ પર્યાવરણને સૌથી વધુ નુકસાન કરી રહી છે.

આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરીને કાર કલ્ચર ઘટાડવું જોઇએ. અનેક લોકો 20 વર્ષ પહેલા માનતા હતા જે ક્લાઈમેટ ચેન્જ એ ભવિષ્યમાં થનારી ઘટના છે જે તેમને અસર નહીં કરે. પણ આજે ક્લાઈમેટ ચેન્જના દુષ્પરિણામો ભોગવી રહ્યા છીએ અને ભવિષ્યમાં ગંભીર અસરો ભોગવવા તૈયાર રહેવું પડશે. વેબિનારમાં ટેકનો ફેકલ્ટીના ડીન પ્રો સીએન મૂર્તિ, ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ એડવાઈઝર શ્વેતલ શાહ હાજર રહ્યા હતા.

તાપમાનમાં વધારો એ ભવિષ્યનું મોટું સંકટ
ભારતીય ઉપખંડમાં તાપમાનમાં વધારો એ ભવિષ્ય નું સૌથી મોટું સંકટ છે. ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જને કારણે સરેરાશ આયુષ્ય, જીવનની ગુણવત્તા પર અસર પડશે. આપણી પહેલાની પેઢીઓ ની રહેણીકરણી, ખાનપાન ઇકોનોમિક જ નહીં ઇકો ફ્રેન્ડલી પણ હતું. આપણી વાત પ્રયોગો થકી સંશોધન કરીને સાબિત કરીને પ્રકાશિત કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...