તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ઓનલાઇન પરીક્ષામાં શંકાસ્પદ પ્રવૃત્તિ, 697 વિદ્યાર્થીના પરિણામ રોકી દેવાયા

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં સેકન્ડ ફેઝમાં ડિસેમ્બરથી માર્ચ સુધીની પરીક્ષાની સમીક્ષા કરાઇ
  • કમિટી દ્વારા ચકાસણી કરીને પગલાં લેવાશે

મ.સ. યુનિવર્સિટીમાં સેકન્ડ ફેઝ માં લેવાયેલી અોનલાઇ પરીક્ષામાં 697 વિદ્યાર્થીઓ શંકાસ્પદ વિદ્યાર્થી ઝડપાયા છે. શંકાના દાયરામાં રહેલા તમામ વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા છે. હવે અનફેરમેન્સ કમીટી દ્વારા ચકાસણી કરીને વિદ્યાર્થીઓએ કોપી કરી છે કે નહિ તેની ચકાસણીના જે વિદ્યાર્થીઓ કોપી કરતા હશે તેની સામે કોપી કેસ કરાશે.

કોરોના મહામારીના પગલે એમ.એસ.યુનિવર્સિટીમાં 2020થી તમામ પરીક્ષાઓ ઓનલાઇન મોડથી લેવામાં આવી રહી છે. ઓનલાઇન પરીક્ષા આપતી સમયે વિદ્યાર્થીઓ દ્વારા શંકાસ્પદ હિલચાલની નોંધ લઇને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. શંકાસ્પદ લાગતા વિદ્યાર્થીઓને અલગ તારવવામાં આવે છે અને તેમના પરિણામો રોકી દેવામાં આવે છે. ત્યારબાદ આ વિદ્યાર્થીઓને કમીટીના સભ્યો સાંભળે છે અને તેમની સજા નક્કી કરે છે.

યુનિવર્સિટીમાં ડિસેમ્બર થી માર્ચ મહિના સુધીમાં વિવિધ ફેકલ્ટીઓમાં લેવામાં આવેલી પરીક્ષાઓમાં 697 જેટલા વિદ્યાર્થીઓ કોપીકેસ કરતાં હોવાનું જણાઇ આવતા પરિણામો રોકી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો