તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:સ્વીટીની હત્યાની શંકા, 3 રાજ્યમાં મળેલા અજાણ્યા મૃતદેહોની તપાસ; રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી માહિતી મગાવાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેજ પંથકમાં ઝાડી-ઝાંખરાં, તળાવો બાદ પોલીસે વિવિધ અવાવરૂ બિલ્ડિંગોમાં પણ શોધખોળ હાથ ધરી હતી. - Divya Bhaskar
દહેજ પંથકમાં ઝાડી-ઝાંખરાં, તળાવો બાદ પોલીસે વિવિધ અવાવરૂ બિલ્ડિંગોમાં પણ શોધખોળ હાથ ધરી હતી.
  • PIનાં ગુમ પત્નીની સતત ત્રીજા દિવસે દહેજમાં શોધખોળ

જિલ્લા SOGના પીઆઇ એ.એ. દેસાઈનાં પત્નીના ગુમ થવાના બનાવમાં નક્કર પુરાવા મળી રહ્યા નથી. 3 દિવસથી પોલીસ દહેજ પંથકમાં સર્ચ કરી રહી છે. બીજી તરફ, રાજ્યના બિનવારસી મૃતદેહોની શોધખોળ બાદ પોલીસે પાડોશી રાજ્યોમાં બિનવારસી મૃતદેહોની તપાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં હત્યાની શંકા સેવાઈ રહી છે. આજે ત્રીજા દિવસે દહેજ પંથકમાં જિલ્લા એલસીબી અને ભરૂચ પોલીસનો 60 કર્મીનો સ્ટાફ સર્ચ-ઓપરેશનમાં લાગ્યો હતો, જોકે કોઈ કડી હાથ લાગી નહોતી.

બીજી તરફ, અલગ અલગ જિલ્લા અને મહાનગરમાં પોલીસે બિનવારસી મૃતદેહોની તપાસ કર્યા બાદ હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી બિનવારસી મૃતદેહોની માહિતી એકત્ર કરવા સાથે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસને હજી સુધી હયાતીનો પુરાવો મળ્યો નથી. ગાંધીનગર ખાતે પીઆઇ દેસાઈનો એસ.ડી.એસ ટેસ્ટ શુક્રવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. જોકે આગામી દિવસમાં જરૂર પડશે તો એસ.ડી.એસ ટેસ્ટ કરવામાં આવશે.

PIના મકાનમાંથી કેસમાં મદદરૂપ થાય એવા કોઈ પુરાવા ન મળ્યા

એ.એ. દેસાઇ, PI, સ્વીટી પટેલ.
એ.એ. દેસાઇ, PI, સ્વીટી પટેલ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે પીઆઇ દેસાઈના સમા સાવલી રોડ સ્થિત મકાન અને કરજણની પ્રાયેશા સોસાયટીના ઘરમાં એફએસએલ અને પોલીસે તપાસ કરી હતી. પોલીસે મકાનમાં ખૂણેખૂણે સર્ચ કર્યું હતું, પરંતુ ત્યાંથી આ કેસમાં મદદરૂપ થાય એવા કોઈ મહત્ત્વના પુરાવા મળ્યા નથી.

આબુ રોડ પર સ્વીટી દેખાયાની વાતે તપાસ, બીજી યુવતી નીકળી
જૂનાગઢની વ્યક્તિએ માહિતી આપી કે અમદાવાદથી આબુ જતી ટ્રેનમાં કપલ તેમની સાથે હતું, એ સ્વીટી હોઈ શકે છે, જેથી પોલીસે રેલવે પોલીસની મદદથી તપાસ આબુ રોડ લંબાવી હતી. તપાસ કરતાં કપલ મળ્યું, પણ તે સ્વીટી પટેલ નહોતી. સ્વીટી સાથેની વ્યક્તિના સ્કેચ વેરિફાય કરતાં આવી કોઈ વ્યક્તિ હોઈ શકે એવી શક્યતા પર પૂર્ણવિરામ મુકાયું છે.

અન્ય સમાચારો પણ છે...