ચીમકી:નવાપુરામાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવતું હોવાની શંકા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા નહીં ઉકલે તો આંદોલન કરાશે

નવાપુરામાં ફરી એક વખત ગંદા પાણીની મોકાણ સર્જાઇ છે અને પાલિકાનું તંત્ર તેના ઉકેલમાં સદંતર નિષ્ફળ નીવડી છે. નવાપુરાના અન્સારી મોહલ્લો, ભાટ ફળિયા અને બગીખાના વિસ્તારમાં જે પાણી આવી રહ્યું છે અને તે ડ્રેનેજનું પાણી ભળતું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.દસ હજારથી વધુ જનસંખ્યા આ વિસ્તારમાં રહે છે. જે ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છેે. કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી અને નવાપુરા અન્સારી મહોલ્લો અને આસપાસના ભાગમાં શરૂ થયેલા ગંદા પાણીની સમસ્યાનો નિવેડો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...