તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લક્ષ્મીપુરા દુષ્કર્મ કેસ:આરોપીઓના ફોનમાંથી ચેટ ડિલીટ કરાયાની શંકા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને આરોપીના મોબાઇલ FSLમાં મોકલાયા, આજે રિકન્સ્ટ્રક્શન કરાશે

લક્ષ્મીપુરાની યુવતી સાથે દુષ્કર્મ બાદ આત્મહત્યાના બનાવમાં પકડાયેલા 2 આરોપીના મોબાઇલ કબજે કરી તપાસ કરતાં કેટલીક ચેટ અને ફોટા ડિલીટ કરી દેવાયા હોવાનું જણાતાં ડેટા રીકવર કરવા બંનેના મોબાઇલ ફોન એફએસએલમાં મોકલ્યા છે .

લક્ષ્મીપુરાની યુવતીને દિશાંત દિપક કહાર તથા નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝાએ દારૂ પીવડાવી દુષ્કર્મ કર્યું હતું. જે બાદ યુવતીએ આપઘાત કર્યો હતો. ગોરવા પોલીસે આરોપી દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાને ઝડપી લીધા હતા. બંને પાસેથી પોલીસે મોબાઇલ કબજે કર્યા હતા. તપાસમાં જણાયું કે, બંનેએ મોબાઇલમાંથી કેટલીક ચેટ અને ફોટા ડિલીટ કરી દીધા છે. જેથી ડેટા રીકવરી કરવા બંનેના મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યા છે.

પોલીસે જણાવ્યું કે, બંને આરોપીને સાથે રાખીને મંગળવારે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે. આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ સામાજિક કાર્યકર ફારૂખ સોનીએ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી.

5 દિવસ બાદ યુવતીના અંતિમ સંસ્કાર કરાયા
યુવતીના આપઘાત બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. યુવતીના મામા વિદેશથી આવવાના હોવાથી પાંચ દિવસ સુધી મૃતદેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો. સોમવારે યુવતીના મામા આવ્યા બાદ યુવતીની ખાસવાડી સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...