સિંહણનું મોત બીમારી કે ઇજાથી?:વડોદરાના સયાજીબાગ ઝૂમાં 13 વર્ષની સિંહણનું શંકાસ્પદ મોત, આ પહેલા પણ 8 કાળિયાર હરણ અને હિપ્પોના મોતથી વિવાદ થયો હતો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં શંકાસ્પદ હાલતમાં 13 વર્ષની સિંહણ ગેલનું મોત થયું(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં શંકાસ્પદ હાલતમાં 13 વર્ષની સિંહણ ગેલનું મોત થયું(ફાઇલ તસવીર)
  • વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના મોતને લઇને સતત વિવાદોમાં રહે છે

વડોદરા શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં શંકાસ્પદ હાલતમાં 13 વર્ષની સિંહણ ગેલનું મોત થયું છે. બે દિવસ પહેલા પાંજરામાં સિંહણ ઇજાગ્રસ્ત થઇ હોવાનું પણ બહાર આવ્યું હતું. જોકે, ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, સિંહરણનું મોત કિડની ફેઇલ થવાથી થયું હોવાની આશંકા છે.

સિંહણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના મોતને લઇને સતત વિવાદોમાં રહે છે, ત્યારે આજે વહેલી સવારે 13 વર્ષની સિંહણ ગેલનું મોત થતાં ફરી વિવાદ થવાની શક્યતા છે. પંચનામું, પોસ્ટમોર્ટમ અને ઓર્ગેન સેમ્પલ લીધા બાદ સિંહણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

3 વર્ષ પહેલા કમાટીબાગ ઝૂના પંખીઘરની બાજુના પિંજરામાં કાળિયાર પ્રજાતિનાં 8 કાળિયાર હરણને કૂતરાઓએ ફાડી ખાધા હતા(ફાઇલ તસવીર)
3 વર્ષ પહેલા કમાટીબાગ ઝૂના પંખીઘરની બાજુના પિંજરામાં કાળિયાર પ્રજાતિનાં 8 કાળિયાર હરણને કૂતરાઓએ ફાડી ખાધા હતા(ફાઇલ તસવીર)

પ્રાણીઓના મોતથી ઝૂ વિવાદોમાં રહે છે
3 વર્ષ પહેલા કમાટીબાગ ઝૂના પંખીઘરની બાજુના પિંજરામાં કાળિયાર પ્રજાતિનાં 8 કાળિયાર હરણને કૂતરાઓએ ફાડી ખાધા હતા. ત્યારે વિવાદ થયો હતો. આ ઉપરાંત સયાજીબાગ ઝૂમાં નર હિપો ચુન્નુનું માદા સાથેની લડાઇમાં મોત થયું હતું. ઇન્ડોનેશિયાના બ્લુ ક્રાઉન પીજીયન અને સફેદ મોર સહિતના પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે.

વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના મોતને લઇને સતત વિવાદોમાં રહે છે(ફાઇલ તસવીર)
વડોદરા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના મોતને લઇને સતત વિવાદોમાં રહે છે(ફાઇલ તસવીર)

પ્રાણીઓ અને પક્ષીઓની દેખભાળ સામે સવાલો
પ્રાણીઓ અને પક્ષીઓના મોતને લઇને ઝૂ સત્તાધિશો સામે પ્રાણીઓ અને પક્ષીઓની સાર સંભાળને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...