સરવે:નર્મદા તેમજ મહીસાગર નદીઓમાં રેતી માફિયાએ કરેલા ખનનનો સરવે શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા તેમજ મહીસાગર નદીઓમાં ગેરકાયદે ખનન કરનારા ભૂમાફિયાઓને ઝડપવા માટે ખાણ-ખનીજ વિભાગ એક્ટિવ થઇ કામગીરી કરી રહ્યો છે. અઠવાડિયા પહેલાં જ ખાણ-ખનીજ વિભાગે વડોદરા જિલ્લાના ગુલાબપુરા અને કોઠિયા ગામે દરોડો પાડીને 11 ડમ્પરો અને 2 લોડર મશીનો ઝડપી લીધાં હતાં. આ ઉપરાંત સાયર ગામમાં ગેરકાયદે ખનન મામલે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ તમામ ઘટનામાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે, જેમાં ગુલાબપુરા અને કોઠિયા ગામે કેટલી માત્રામાં ગેરકાયદે ખનન કરાયું છે, તે ચકસાશે.

ખાણ-ખનીજ વિભાગની કામગીરી બાદ ભૂમાફિયાઓ પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખોદકામના મોનિટરિંગ માટે લીઝ વિસ્તારોમાં ખોદકામ કરનારાં હિટાચી મશીનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી છે. આ હિટાચી મશીનો લીઝ વિસ્તારમાંથી બહાર જાય એટલે તુરંત અધિકારીને જાણ થઈ જાય છે.તંત્રે કરજણ તાલુકાના સાયર ગામમાં સાગર ઉર્ફે દિનેશચંદ્ર ચંપકલાલ શાહ દ્વારા ગેરકાયદે રેતીનું ખોદકામ અને વહન કરવામાં આવતાં ખાણખનીજ વિભાગે દરોડો પાડીને 1 હિટાચી મશીન, હોડી અને ટ્રક મળી રૂા.1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાગર શાહ વડોદરા જિલ્લાની હદમાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...