તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Survey Of Japanese Team For Proposed Station Of Bullet Train, Team Returns After Necessary Study, Same Process After Land Acquisition

મુલાકાત:બુલેટ ટ્રેનના સૂચિત સ્ટેશન માટે જાપાનની ટીમનો સર્વે, જરૂરી અભ્યાસ કર્યા બાદ ટીમ પરત ફરી, જમીન સંપાદન બાદ તેજ પ્રક્રિયા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાના 8 કિમી વિસ્તારના સી-5 પેકેજ માટે જાપાનની જાયકાની ટીમે વડોદરાની બુધવારે મુલાકાત લીધી હતી. વડોદરાના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશન અંગે સર્વે કરી ગુરૂવારે ટીમ રવાના થશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરા ટ્રેન રેલ્વે સ્ટેશનથી એલાઈમેન્ટ બદલવાનો નિર્ણય કરાયા બાદ પ્લેટફોર્મ નંબર 6 પર ક્રોસ થવાના બદલે હવે ટ્રેન સીધી 1 નંબરના પ્લેટફોર્મથી જવાની છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા પ્લેટફોર્મ નંબર 6 ને બદલે 7 ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાનો નિર્ણય કરાયો છે.

જેથી રૂા. 2 હજાર કરોડની બચત થવાની હોવાનો દાવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા કરાયો છે. ત્યારે કોરોના મહામારી બાદ જમીન સંપાદનની પ્રક્રિયા ઉકેલાતાં વડોદરાની 8 કિલોમીટરની સી-5 પેકેજનું ટેન્ડર બહાર પાડ્યા બાદ બુધવારે અચાનક જા પાનની ટીમે રેલવે સ્ટેશનની મુલાકાત લેતા કુતુહુલ સર્જાયું હતું.

રૂટિન વિઝિટ હતી
નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન માટે જાપાનીઝ ટેકનોલોજી વપરાઈ રહી હોવાના પગલે અવારનવાર ત્યાંની ટીમ મુલાકાત લેતી હોય છે.બુધવારે રૂટિન મુલાકાત હતી. - સુશમા ગૌર,પીઆરઓ,એન.એચ.એસ.આર.સી.એલ

અન્ય સમાચારો પણ છે...