તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ત્રીજી લહેરને ધ્યાને રાખી બાળ હોસ્પિટલોનો સરવે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 અર્બન હેલ્થ સેન્ટરોને કામગીરી સોંપાઈ
  • સર્વેમાં સ્ટાફ-બેડની સુવિધાઓની ચકાસણી

બીજી લહેરનો કપરો અનુભવ નજર સામે હોવાથી હેલ્થ સેન્ટરો દ્વારા પીડિયાટ્રિક હોસ્પિટલ- ક્લિનિકનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સર્વેની કામગીરીમાં સ્ટાફ-બેડ સહિતની સુવિધાઓની માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ છે ત્યારે બીજી લહેરમાં બેડ સહિતની સુવિધાઓના અભાવના પગલે લોકોએ ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. જો ત્રીજી લહેર આવે તો બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે અત્યારથી જ તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે બાળકોની હોસ્પીટલો-કલીનીકનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

શહેરમાં આવેલા 34 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો ને સર્વે ની કામગીરી સોંપવામાં આવી છે. જે અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ તેમના વિસ્તારમાં આવેલી પીડયાટ્રીક હોસ્પીટલ-કલીનીક નો સર્વે શરૂ કર્યો છે. જેમાં હોસ્પીટલમાં કેટલા બેડ છે,આઇસીયુ છે કે નહિ,ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી છે કે નહિ,કેટલો સ્ટાફ છે,કેટલો સ્ટાફ કવલોફાઇ છે,ટેકનીકલ સ્ટાફ,નર્સ,વોર્ડ બોય,સફાઇ કર્મચારીઓ સહિતની હોસ્પીટલના ઇન્ફ્રાસ્ટ્રકચરની માહિતી મેળવામાં આવી રહી છે.

પીડિયાટ્રીક હોસ્પીટલોની તમામ પ્રકારની સુવિધાની માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્ટાફની સંખ્યા પણ એકત્રીત કરવામાં આવી રહી છે. જો ત્રીજી લહેર આવે અને તેમાં બાળકો સંક્રમિત થાય તો તે અંગે અગાઉથી જ ખાનગી પીડયાટ્રીક હોસ્પીટલોની માહિતી એકત્રીત કરીને એકશન પ્લાન બનાવવાની તૈયારીઓના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.એમ આધારભુત સાધનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...