તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ફરીવાર વકર્યો:સર્વેલન્સમાં જુલાઇ જેટલા જ ગંભીર દર્દી મળ્યા, શહેરમાં આજથી ડોર ટૂ ડોર સર્વેનો 14મો રાઉન્ડ શરૂ કરાશે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વેના 12મા રાઉન્ડમાં ગંભીર લક્ષણના 2 દર્દી હતા, જે 13મા રાઉન્ડમાં 32 થયા

શહેરમાં 3 દિવસથી કેસો વધવાના અટકી ગયા હોય પણ કોરોના વકર્યો છે તે હકીકત છે. આ હકીકત પાલિકાના 23 થી 27 નવેમ્બર સુધીના ડોર ટુ ડોર સર્વેલન્સમાં બહાર આવી છે. જુલાઇમાં યોજાયેલા પહેલા રાઉન્ડમાં ગંભીર લક્ષણોના જેટલા દર્દી મળ્યા હતા તેટલા જ દર્દી હાલના 13મા રાઉન્ડમાં મળ્યા છે.ઓક્ટોબરથી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ડોર ટુ ડોર સરવેમાં મધ્યમ, હળવા તથા ગંભીર લક્ષણ ધરાવતા દર્દી ઘટ્યા હતા.

જોકે 13મા રાઉન્ડમાં 12મા રાઉન્ડ કરતાં મધ્યમ લક્ષણો ધરાવતા દર્દી 4 ગણા અને હળવા લક્ષણો ધરાવતા બમણા તથા ગંભીર લક્ષણના દર્દી 12મા રાઉન્ડમાં 2 તો 13મા રાઉન્ડમાં 32 મળ્યા છે. 5 દિવસમાં મધ્યમ લક્ષણોના દર્દીની સંખ્યા 1605 થઈ છે, જે 5 મહિનાની સૌથી વધુ છે. હવે સોમવારથી 14મો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે આગામી પાંચેક દિવસમાં કોરોનાની સ્થિતિનો અંદાજ આવશે.

કયા રાઉન્ડમાં કેવા લક્ષણના દર્દી

તારીખમધ્યમહળવાગંભીર
15 થી 19 સપ્ટેમ્બર1,36464818
22 થી 25 સપ્ટેમ્બર7933699
29 સપ્ટે.થી 2 ઓક્ટો77534311
6 થી 9 ઓક્ટોબર63332113
3 થી 6 નવેમ્બર4942512
23 થી 27 નવેમ્બર160557832
અન્ય સમાચારો પણ છે...