તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બાવામાનપુરામાં મીટર ફિટ કરવા ગયેલી વીજ કંપનીની ટીમને ઘેરાવો

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ ચોરી થાય તો પણ જાણી શકાય તેવા મીટરો થાંભલા પર બેસાડવાના ટ્રાયલના પ્રથમ દિવસે કામગીરી અટકાવવી પડી
  • રહીશોની દલીલ, જર્જરિત થાંભલા મીટરનો ભાર નહીં ખમે

વીજ ગ્રાહકો વીજ જોડાણ થકી ચોરી કરે છે કે નહીં તે માટે વીજ વપરાશ ની જાણકારી વીજ કંપનીના અધિકારીઓ ઓફિસમાં બેઠા જ મેળવી શકે તે માટે નવી ટેકનોલોજીના વીજ મિટરો બેસાડવાના ટ્રાયલનો અતિ સંવેદનશીલ એવા બાવમાનપુરા માં વિરોધ થયો હતો અને બાવમાનપુરા ના રહીશોએ વીજ કંપનીના સ્ટાફને ઘેરો ઘાલી આક્રોશ વ્યક્ત કરતા આખરે સ્ટાફને પરત ફરવું પડયું હતું.

અતિસંવેદનશીલ એવા બાવામાનપુરામાં આવી જ મીટરો બેસાડવાનો ટ્રાયલ પાણીગેટ સબડિવિઝન તરફથી હાથ ધરાયો હતો. પાણીગેટ સબડિવિઝન ના વીજ કર્મચારીઓનો કાફલો જે થાંભલા પર મીટર બેસાડવા માટે ત્યાં પહોંચ્યો હતો અને બીજા મીટર થાંભલા પર બેસાડવાની કામગીરી શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક રહીશોએ તેમને ઘેરો ઘાલ્યો હતો.બાવામાનપુરાના રહીશોએ રજૂઆત કરી હતીું કે વીજ થાંભલા હાલમાં જર્જરિત હાલતમાં છે અને કોઈપણ જાતનું વજન ખમી શકે તેવી હાલતમાં નથી ત્યારે તેની પર 5થી વધુ મીટર મૂકવામાં આવે તો થાંભલો પડી શકે છે અને તેનાથી દુર્ઘટના પણ થઈ શકે છે.

હાલમાં આ વિવાદ વધુ વકરે તો અલગ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી વીજ કંપનીનાે સ્ટાફ વીજ મીટર બેસાડવાની કામગીરી અટકાવી પરત ફર્યો હતો.એમ.જી.વી.સી.એલ ના વડોદરા સિટી સર્કલના પાણીગેટ સબડિવિઝન ના ડેપ્યુટી એન્જિનિયર એમ એચ ઠાકોરે જણાવ્યું હતું કે કામગીરીનો ટ્રાયલ લેવાનું મુલતવી રાખવામાં આવ્યું છે.

મીટરથી વીજ વપરાશનો સાચો આંકડો મળશે
વીજ કંપનીએ નવી ટેકનોલોજીના વીજમીટર તૈયાર કરાવ્યા છે આ વીજ મીટરની વિશેષતા એવી છે કે જેવી જ ગ્રાહકના ઘરની બહાર જે વીજમીટર મુકાયું છે તેમાંથી મેળવી શકાય છે પરંતુ તેની નજીકમાં આવેલા વીજ થાંભલા પર આવા જ મીટર ની પેટી મુકવામાં આવશે અને તેમાંથી વીજ વપરાશ નો સાચો આંકડો વીજ કંપનીના અધિકારીઓ ઓફિસમાં બેસીને મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...