હરિધામ સાધુ આપઘાત કેસ:6 સાધુનાં નિવેદનથી આશ્ચર્ય, ગુણાતીતસ્વામીની પાસેની 3 રૂમમાં રહેતા હતા છતાં પોલીસ આવી એ પછી આપઘાતની જાણ થઈ!

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુણાતીતસ્વામી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુણાતીતસ્વામી - ફાઇલ તસવીર
  • આજે ગાતરિયું, મૃતકનો મોબાઈલ તેમજ વિસેરા FSLમાં મોકલાશે

હરિધામ-સોખડા મંદિરમાં ગત બુધવારે સાંજે ગુણાતીત ચરણદાસ સાધુએ કરેલી આત્મહત્યાના કેસની તપાસ કરજણ સર્કલ પીઆઈને સોંપવામાં આવી છે. સર્કલ પીઆઈ દ્વારા આપઘાત કરેલા સંતની આસપાસની 3 રૂમોમાં રહેતા 6 સાધુઓનાં નિવેદનો નોંધ્યાં હતાં.

આસપાસ રહેતા હોવા છતાં સાધુઓને આપઘાતની જાણ ન થઈ
આ 6 સાધુઓએ આપઘાતની જાણ બીજા દિવસે સવારે પોલીસ મંદિર પરિસરમાં પહોંચી ત્યારે થઈ તેવું નિવેદન નોંધાયું હતું. ત્યારે મંદિરમાં સંતે આપઘાત કર્યો હોવાની જાણ આસપાસની રૂમોમાં જ રહેતા સંતોને કેવી રીતે ન થઈ તે અંગે પણ રહસ્ય ઊભું થયું છે. સર્કલ પીઆઈએ તપાસ હાથમાં લીધા બાદ હરિધામ મંદિરમાં રૂમ નંબર 37માં રહેતા હરિસૌરભ સ્વામી, ભગવતપ્રિયસ્વામી, રૂમ નંબર 20માં રહેતા વિશ્વેશ્વર દાસ, સાધુ સરલજીવનદાસ અને રૂમ નંબર 38માં રહેતા યોગી ચરણ સ્વામી, ભક્તિ સૌરભ સ્વામીનાં નિવેદનો લીધાં હતાં. આપઘાતમાં વપરાયેલું ગાતરિયું અને મૃતકનો મોબાઈલ તેમજ વીસેરા સોમવારે એફએસએલમાં મોકલવામાં આવશે.

પોલીસ પર દબાણ હોવાનો આક્ષેપ
હરિભક્તોના જણાવ્યા પ્રમાણે હરિધામ-સોખડામાં ત્યાગવલ્લભસ્વામી, પ્રેમસ્વામી અને સેક્રેટરી જે.એમ. દવેને રાજકીય પીઠબળ છે અને તેના લીધે પોલીસ પર પણ દબાણ છે એટલે પોલીસ દ્વારા કડક પગલાં ભર્યાં નથી.

એક જૂથે સોશિયલ મીડિયામાં વી વોન્ટ જસ્ટિસ મૂવમેન્ટ શરૂ કરી
ગુણાતીત સાધુના આપઘાત કેસમાં સોશિયલ મીડિયામાં વી વોન્ટ જસ્ટિસ મૂવમેન્ટ શરૂ થઈ છે. જેમાં હરિભક્તોનું એક જૂથ સાધુની હત્યા કરવામાં આવી હોવાનું તેમજ આરોપી સંતોને જલદીથી સજા થાય તે માટે સોશિયલ મીડિયામાં સક્રિય થયું છે.

અન્ય સમાચારો પણ છે...