ફેરવી તોળ્યું:અરવિંદ સિંધા અને અતુલ ગામેચીની ઓચિંતી ગુલાંટ! બિલ્ડર ગ્રૂપે કાયદેસર મંજૂરી મેળવી છે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ બિલ્ડર ગ્રૂપે બંને સામે ખંડણીની પોલીસમાં અરજી આપી હતી
  • ગત મહિને યુનિ.ની જમીન બિલ્ડર ગ્રૂપે ગેરકાયદે પચાવી પાડ્યાનો આક્ષેપ કર્યો હતો

વુડા સર્કલ પાસેની સાઇટની જમીન એમએસયુની છે અને બિલ્ડર અર્થ ગ્રૂપે આ ગેરકાયદેસર રીતે પચાવી પાડી છે એવા આક્ષેપ સાથે મોટા ઉપાડે બિલ્ડર ગ્રૂપ સામે મેદાને પડેલા અરવિંદ સિંધા અને અતુલ ગામેચીએ અચાનક ગુલાટ મારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બિલ્ડર ગ્રૂપ દ્વારા અગાઉ અરવિંદ સિંધા ધાક-ધમકી આપી 5 લાખની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી આપી હતી. હવે અરવિંદ સિંધા અને અતુલ ગામેચીએ બિલ્ડર ગ્રૂપે ગેરકાયદેસર મંજૂરી મેળવી નથી એવા ખુલાસા કરવા પડી રહ્યાં છે.

બિલ્ડર ગ્રૂપ અર્થ યુફોરિયાએ વુડા સર્કલ પાસે પોતાની સાઇટ શરૂ કરી હતી. આ સાઇટની જમીન નાગરવાડાની સર્વે નં.100થી 103, 107,109, 110 અને 111 નંબરની છે. આ જમીન અર્થ યુફોરિયાએ ગેરકાયદેપોતાના નામે કરી છે તેવા મસ મોટા આક્ષેપ કર્યા હતા અને અહીં કોઇએ માલ-મિલકત ખરીદશો નહીં તેવી વાત કરીને જાણે બિલ્ડર ગ્રૂપના સંભવિત ગ્રાહકો અને શહેરીજનોને આ સાઇટમાં પ્રોપર્ટી ખરીદીને પસ્તાવાનો વારો આવશે તેવા નિવેદનો આપ્યા હતા. અરવિંદ સિંધા અને અતુલ ગામેચીની સામે રોષે ભરાયેલા બિલ્ડર ગ્રૂપ અને ક્રેડાઇના સભ્યો દ્વારા ખંડણી માંગવા અને ધાકધમકી આપવાનીમાં પોલીસમાં અરજી આપી હતી.

ત્યારે 14 લાખ ચોરસ ફૂટ જમીનના મુદ્દે ઉંધી પછડાટ મળી હોવાનું અને ભેરવાઇ ગયાનો અંદાજ આવી જતાં અરવિંદ સિંધા અને અતુલ ગામેચીને હવે ખુલાસા કરવા પડી રહ્યાં છે કે, બિલ્ડર ગ્રૂપે કાયદેસરની પરવાનગીઓ, હુકમોથી પરવાનગી મેળવી છે. આ વિશે અતુલ ગામેચીએ બચાવ કરતા જણાવ્યું હતું કે, હું તેની સાથે હતો પણ પોલીસને આપેલી અરજીમાં મારું નામ નથી. આ અચાનક બંધ કેમ કર્યું તેની મને જાણ નથી.’ બીજી તરફ અરવિંદ સિંધાને આ વિશે તેમનું મંતવ્ય જાણવા વારંવાર ફોન કરવા છતાં રિસિવ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...