ઓચિંતુ કોમ્બિંગ:નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા જીઆરપી-આરપીએફનું બે ટ્રેનોમાં સરપ્રાઈઝ ચેકિંગ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં નશાકારક અને માદક પદાર્થોની હેરાફેરી સદંતર નાબૂદ કરવા જીઆરપી અને આરપીએફ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઇન્દોર-લિંગમપલ એક્સપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ મેલમાં શનિવારના રોજ મોડી સાંજે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વેસ્ટર્ન રેલ્વે વડોદરાના એસઓજી પીઆઈ આર.એમ.પટેલે જણાવ્યું હતું કે, જીઆરપી અને એસઆરપી દ્વારા 7 મેના રોજ સાંજે છ વાગ્યાથી 7:30 દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારની ટ્રેનો પૈકી ઈન્દોર-લીંગમપલ એક્સપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેનમાંથી ચઢતા-ઉતરતા પેસેન્જરો તેમજ મુસાફરી કરતા પેસેન્જરો તેમજ પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા ઉપર વોચ રાખી શક જતાં વ્યક્તિઓના માલસામાનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.જો કે કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...