તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઇરલ:તલવાર વડે કેક કાપતા બર્થડે બોય સહિત 6 શખ્સની અટક

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છાયાપુરી રેલવે સ્ટેશન સામે ધીરજબા નગરમાં કર્ફ્યૂ દરમિયાન યુવકનો જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાઈરલ થયો હતો. પોલીસે બર્થડે બોય ફૈઝાન વોહરાની સહિત 6ની અટકાયત કરી છે.

છાણીમાં ગુરુવારે મોડી રાતે બર્થડેની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં યુવક તલવારથી એક કરતાં વધુ કેક કાપતો હતો અને બીજા અનેક લોકો બર્થડેની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. વિડિયો વાઈરલ થતા છાણી પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં છાયાપુરી રેલવે સ્ટેશન સામે ધીરજબા નગરમાં રહેતા ફૈઝાન ગુલામ અલી વોહરાની બર્થડેની ઉજવણી કરાઈ હતી. ફૈઝાન તલવાર લઈ કેક કાપી રહેલો દેખાઈ રહ્યો છે. પોલીસે ફૈઝાન ગુલામ અલી વોહરા સહિત 6 શખ્સનો અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...