તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:લોકડાઉનમાં બર્થ ડે પાર્ટી મનાવનાર ભાજપના વોર્ડ પ્રમુખ સહિત 8ની અટક, મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાહેરનામાનો ભંગ કરી સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવાયા હતા
 • સ્પીકર મૂકી કેક કાપી, પાર્ટીમાં મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં

એક તરફ કોરોનાને હરાવવા ખુદ પ્રધાનમંત્રી લોકોને સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવા અપીલ કરે છે અને દેશની જનતા તેમને અનુસરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે. પરંતુ વડોદરામાં ભાજપના જ વોર્ડ 7ના પ્રમુખની બર્થડે પાર્ટીમાં સોશ્યલ ડિસ્ટન્સ નહી જળવાતા કારેલીબાગ પોલીસે વોર્ડ પ્રમુખ સહિત આઠ લોકોની અટકાયત કરી છે. શહેરના કારેલીબાગના તુલસીવાડી સ્લમ કવોટર્સમાં રહેતા ભાજપના વોર્ડ 7ના પ્રમુખ અનિલ પરમારની બર્થડે હોવાથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ત્યાંજ રહેતા લોકો દ્વારા જ કરવામાં આવ્યું હતું.

સ્પીકર મૂકી કેક કટિંગનો  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હર રહેલા લોકોએ માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડિસ્ટનસિંગ ના જાળવ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવની તપાસમાં કારેલીબાગ પોલીસે લોકડાઉનના જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ હેઠળ પ્રમુખ અનિલ પરમાર, મનીષ પરમાર, નકુલ પરમાર, દક્ષેશ પરમાર, મેહુલ સોલંકી, ચંદ્રકાંત બ્રાભરે, રાકેશ પરમાર અને ધવલ પરમારની અટકાયત કરી હતી. ઘટનાના પગલે કારેલીબાગ પોલીસ મથકમાં વિસ્તારના કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી.  લોકડાઉન વચ્ચે રાજકીય પક્ષના કાર્યકરોનું જાહેરમાં બર્થ ડે પાર્ટી મનાવવાનું કૃત્ય ટીકાને પાત્ર બન્યુ઼ હતુ઼. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો