તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યૂકોરમાઇકોસિસ:મ્યૂકોરમાઇકોસિસના વધુ 8 નવા કેસ, 61 પર સર્જરી કરાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 15ને ડિસ્ચાર્જ કરાયા, દાખલ થયેલા એક દર્દીનું મોત

શહેરમાં છેલ્લા 24 કલાકમાં સાયજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 8 નવા કેસ દાખલ થયા છે. જ્યારે સારવાર દરમિયાન વધુ એક દાખલ દર્દીનું મોત નીપજ્યું છે. મંગળવારે કુલ 61 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં એક દર્દીની આંખનો ડોળો દૂર કરવામાં આવ્યો છે. આજે વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.

સયાજીમાં છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓ દાખલ થયા છે. જેથી હવે સયાજી હોસ્પિટલમાં નોંધાયેલા દર્દીઓ 317 થયા છે. સયાજીમાં મંગળવારે વધુ 15 દર્દીઓની બાયોપ્સી લેવાઇ હતી. જ્યારે 28 સર્જરી કરાઈ હતી. જેમાં એક દર્દીનો આંખનો ડોળો દૂર કરવામાં આવ્યો હતો. જયારે સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું હતું.ગોત્રી હોસ્પિટલમાં પણ 4 કેસ નવા નોંધાયા છે. જેના પગલે ગોત્રીમાં કુલ દર્દીઓનો આંક 185 થયો છે. મંગળવારે ગોત્રીમાં 33 સર્જરી કરાઈ હતી. તદુપરાંત 15 બયોપ્સીને તપાસ અર્થે મોકલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...