તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જરી:માઇક્રો ડીબ્રાઇડરથી આંખના ડોળાને અકબંધ રાખી સર્જરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોત્રી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસના દર્દીની જટીલ સર્જરી

મ્યુકોરમાઇકોસિસથી પિડાતા ઘણા દર્દીઓની આંખો કાઢી લેવી પડી છે ત્યારે હવે ગોત્રી હોસ્પિટલમાં અદ્યતન માઇક્રોડી બ્રાઇડર યંત્રની મદદથી ઓરબિટલ ક્લિયરન્સ વીથ આઇ બોલ પ્રિઝર્વેશન નામક ન્યૂઅર મોડાલિસી સર્જરી કરીને દર્દીના ડોળાને અકબંધ રાખવામાં આવ્યાં હતા. ડો. હિરેન સોનીએ જણાવ્યું કે, ‘ આ સર્જરીમાં એન્ડોસ્કોપી અને માઇક્રો ડીબ્રાઇડરની મદદથી આંખનો ડોળો સાચવીને તેની પાછળના ફુગથી બગડેલા ભાગોની સફાઇ કરવામાં આવી છે. માઇક્રો ડીબ્રાઇડર તાજેતરમાં પોરની કંપની વાગો દ્વારા આપવામાં આવ્યું છે તે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની વિવિધ પ્રકારની સર્જરીઓમાં ઉપયોગી પૂરવાર થયું છે.

મ્યૂકોરમાઇકોસિસ 3 નવા કેસ, 1 મોત
વડોદરા | શહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા 3 કેસો નોંધાયા હતા. જ્યારે સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજ્યું હતું. ગુરુવારે 10 જડબાની અને 36 અન્ય થઇને કુલ 46 સર્જરીઓ કરવામાં આવી હતી. જૈમા એસએસજીમાં જડબાની 7 સહિત 23 અને ગોત્રીમાં 3 જડબાની અને 20 અન્ય પ્રકારની સર્જરી કરાઇ હતી. સારવાર લેતા 11 દર્દીઓને રજા આપવામાં આવી હતી. એસએસજીમાં 15 અને ગોત્રીમાં 6 દર્દીઓના નમૂના બાયોપ્સી માટે મોકલવામાં આવ્યાં હતા. જ્યારે ઓપરેશન દરમિયાન એક દર્દીની આંખ કાઢી લેવાની તબીબોને ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...