તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:વડોદરામાં મ્યૂકરમાઈકોસિસના દર્દીઓની લાળગ્રંથીની પથરી કાઢીને સર્જરી કરવાનું શરૂ કરાયું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
તબીબો દ્વારા નવી પહેલ કરીને દર્દીઓને લાભકારક સર્જરી કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
તબીબો દ્વારા નવી પહેલ કરીને દર્દીઓને લાભકારક સર્જરી કરવામાં આવી રહી છે.
  • ગોત્રીના ઇ.એન.ટી.વિભાગે દર્દીને લાભદાયક નવીન પહેલ શરૂ કરી

મ્યુકોર માયકોસીસની સારવારમાં જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ગોત્રીના ઇ.એન.ટી.વિભાગે દર્દીને લાભદાયક હોય એવી નવીન પહેલો કરી છે. અગાઉ ફૂગગ્રસ્ત ન થયા હોય એવા આંખના ડોળાને સલામત રાખીને તેની પાછળના ભાગેથી માઇક્રોડીબ્રાઇડરની મદદથી ફૂગની સફાઈ કરવામાં આવી હતી અને ચહેરાની સુંદરતા અકબંધ રાખી દર્દીને માનસિક તણાવમાંથી બચાવવાની સર્જરી કરવામાં આવી હતી.હાલમાં મ્યુકોરના કેસ ઓછા થતાં લાળગ્રંથીની પથરી કાઢવાની, ગુજરાત ના અન્ય કોઈ દવાખાનામાં થતી નથી એવી સર્જરી આ વિભાગમાં કરવામાં આવી છે.

સાડા ત્રણ કલાકની મેરેથોન સર્જરી
એક આગવી પહેલના રૂપમાં આ સરકારી દવાખાનામાં તાજેતરમાં કિડનીની પથરી ધરાવતા એક મ્યુકોરના દર્દીને આખેઆખો બેભાન કરવો શક્ય ન હોવાથી ફક્ત નાકના ભાગને બહેરો કરીને, દર્દીની સભાન અવસ્થામાં લગભગ સાડા ત્રણ કલાકની મેરેથોન સર્જરી ડો.હિરેન સોની અને સાથીઓની ટીમે કરીને, સરકારી દવાખાનાઓમાં થતાં તબીબી ચમત્કારોમાં એક ચમત્કારનો ઉમેરો કર્યો હતો. દર્દીની સભાન અવસ્થામાં વધુમાં વધુ બે કલાકની શસ્ત્રક્રિયા કરી છે એવી જાણકારી આપતાં ડો.હિરેન સોનીએ જણાવ્યું કે, નાક કે પગની આવી શસ્ત્રક્રિયા માં દર્દીએ જોઈ શકતો નથી એટલે ખાસ વાંધો આવતો નથી.

એનેસ્થેસીયાનું જોખમ રહે
આ કેસમાં નાકમાંથી મગજ ની નીચેનો ભાગ,આંખની પાછળ નો ભાગ,સાયનોસિસ જેવી જગ્યાઓમાંથી ફૂગની સફાઈ હાડકી કાપીને કરવાની હતી. તેવી જાણકારી આપતાં ડો.સોનીએ જણાવ્યું કે,દર્દીની કિડનીમાં પથરીને લીધે ક્રીએટ માત્ર ત્રણ જેટલું રહેતું હોવાથી જનરલ એનેસ્થીસિયા આપવો શક્ય ન હતો.વધુમાં, આ દર્દીને ઇન્જેક્શન દ્વારા લોકલ એનેસ્થેસીયા આપવામાં પણ જોખમ હતું. આ સંજોગોમાં નાકનો ભાગ પૂમડાંથી દવા લગાડી, બહેરો કરીને આ સર્જરી કરવામાં આવી. સર્જરી પહેલા દર્દીને પૂરી સમજણ આપવામાં આવી હતી. દર્દી નાકના ભાગેથી થઈ રહેલી સર્જરી તે નરી આંખે જોઇ શકતો હતો એવા સંજોગોમાં આ પ્રોસીજર કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીના આત્મ વિશ્વાસ અને હિંમતને પણ દાદ આપવી પડે. એટલું જ નહિ આ સર્જરી પછી એક વીસ દિવસ સુધી ખાસ મોનીટરીંગ હેઠળ દર્દીને એમ્ફોટરેસીન બી અને લાયપોઝોમલ જેવી નેફ્રોટોકસિક દવાઓ ખૂબ જ કાળજીપૂર્વક આપીને તેને સાજો કરવામાં આવ્યો હતો.