તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મ્યૂકોરમાઇકોસીસના નવા 5 કેસ 45ની સર્જરી, 6 દર્દીઓ ડિસ્ચાર્જ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મ્યૂકોરમાઇકોસીસના કેસમાં ઘટાડો નોંધાતાં રાહત

વડોદરા શહેરમાં મંગળવારે મ્યુકોરમાઇકોસીસના સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 5 કેસ નોંધાયા હતા. જ્યારે 45 ઓપરેશન કરવામાં આવ્યા હતા. બીજી તરફ સારવાર લઈ રહેલા 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં મંગળવારે સયાજીમાં વધુ 3 કેસ નોંધાયા હતા. સયાજીમાં દાખલ દર્દીઓમાંથી 12 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આજે સયાજી હોસ્પિટલમાં દાખલ 8 દર્દીઓની બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાંથી 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જયારે ગોત્રી હોસ્પિટલમાંથી વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં 6 બાયોપ્સી લેવા સાથે 33 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. જ્યારે મંગળવારે 1 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. કોરોના મહામારીના કેસો એાછાં થતાં સરકારી આરોગ્યતંત્રે હાલ રાહતનો દમ લીધો હોવાનું સાધનોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...