તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાયોડીઝલ કૌભાંડમાં સુરતના સપ્લાયરને 2 દિવસના રિમાન્ડ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય કેમિકલ બાયોડીઝલમાં મિક્સ થતું હતું કે કેમ તેની તપાસ
  • રાજકોટના સપ્લાયર અજીઝનો આરટીપીસીઆર નેગેટિવ આવતાં ધરપકડ

તરસાલી બાયપાસ રોડ પર પકડાયેલા ડુપ્લિકેટ બાયોડીઝલ કૌભાંડમાં પોલીસે સુરતના સપ્લાયર વિજય ખુંટને અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ રાજકોટના એજાઝ યુનુસ ભૌયાનો સોમવારે રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પોલીસે તેનો આરટીપીસીઆર કરાવતાં નેગેટિવ આવ્યો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી હતી.

તરસાલી બ્રિજ પાસે ઓરડીઓમાં ડુપ્લિકેટ બાયોડીઝલ વેચી રહેલા રતનલાલ ખટીક અને રોશન ખટીકને પીસીબી પોલીસે ઝડપી લીધા બાદ બંનેના ભાગીદાર ભેરુલાલ ઉર્ફે સુરેશ કૈલાસચન્દ્ર ખટીક (તરુણનગર, છાણી જકાતનાકા), બંનેને ડુપ્લિકેટ બાયોડીઝલ વેચતાં રાજકોટના કિસ્મત પેટ્રોલિયમના એજાઝ યુનુસ ભૌયા (રાજકોટ) તથા સુરતના ઇસ્ટ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ ચલાવતા વિજય રામજી ખુંટને પણ ઝડપી લીધા હતા.

બીજી તરફ એજાઝનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવાતાં નેગેટિવ આવતાં તેને મંગળવારે રિમાન્ડ લેવાની તજવીજ પોલીસે શરૂ કરી હતી. પોલીસ કેમિકલના એફએસએલ રિપોર્ટની રાહ જોઇ રહી છે. આ શખ્સો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી કેમિકલ લાવ્યા બાદ બાયોડીઝલના નામે વેચતા હતા, બાયોડીઝલમાં અન્ય કોઇ કેમિકલ મિક્સ કરતા હતા કે કેમ તે મુદ્દા પર તપાસ ચાલુ રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...