તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન અરજી:ધરપકડથી બચવા નિતેશ પટેલ સહિતનાએ આગોતરા માગ્યા, 40.33 કરોડના કૌભાંડમાં સુપ્રીમે ધરપકડનો હુકમ કર્યો હતો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગોતરા જામીનની સુનાવણી સોમવારે થશે

દુબઇના બિઝનેસ મેન સાથે ભાગીદારીમાં પેઢી શરુ કરી ભાગીદારનું નામ કાઢી નાખી જમીનોમાંથી પણ ભાગીદારનો હક જતો કરવા બાબતે બનાવટી લેખ તૈયાર કરી 40.33 કરોડની કરાયેલી ઠગાઇના કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીઓની ધરપકડ કરવાનો હુકમ કર્યા બાદ નિતેશ મગનભાઇ પટેલ સહિત આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે,જેની સુનાવણી સોમવારે યોજાશે.

ગત વર્ષે વરણામા પોલીસમાં સલીમ હમીદભાઇ મેમણે બિલ્ડર નિતેશ મગનલાલ પટેલ સહિતના આરોપીઓ સામે આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાગીદારી પેઢીમાંથી ભાગીદારનું નામ કાઢી સુંદરપુરા ધનીયાવી ગામની જમીનોમાંથી પણ ભાગીદારનો હક જતો કરવા બાબતે બનાવટી લેખ તૈયાર કરી 40.33 કરોડની ઠગાઇ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીઓને ઝડપી લેવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આ કેસમાં નોટ ટુ એરેસ્ટનો હુકમ નહી કર્યો હોવા છતાં ખોટા અર્થઘટન કરીને પોલીસને તેણે સમજાવી દીધી હતી.

પણ આ મામલે સલીમ મેમણે સુપ્રીમમાં દાદ માંગતા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના અસ્પષ્ટ હકુમને રદ કર્યો હતો જેથી પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતીમાન કર્યા હતા. ગીરફતથી બચવા નિતેશ પટેલ સહિત પિતા પુત્ર સહિત ત્રીપુટીએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી છે,જેની સુનાવણી 6 તારીખે સોમવારે રખાઇ છે જેમાં તપાસ અધિકારી સોગંદનામુ કરશે.

અન્ય સમાચારો પણ છે...