તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પોલીસને સમર્થન, અન્યમાં પણ નિષ્પક્ષ તપાસની આશા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુનીલ સોલંકી સહિત 10 સામે ગુનો નોંધાયા બાદ શહેર ભાજપ પ્રમુખનો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કટાક્ષ
  • નેતાઓ સામે પોલીસની કાર્યવાહીને લોકોએ પણ બિરદાવી

શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીના જન્મદિવસની ઉજવણી કરવા માટે ટોળા ભેગા થતાં પોલીસે તેનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ શહેર પ્રમુખ ડો.વિજય શાહે વિદેશથી સોશિયલ મીડિયામાં પોલીસની કાર્યવાહીને આવકારી છે.

ભાજપ કાર્યાલયમાં જ કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થઈ રહ્યો હોવાનું સપાટી પર આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. નવા સંગઠનની ટીમ સાથેના ફોટો સેશનમાં ખુદ શહેર પ્રમુખ ડો.વિજય શાહ માસ્ક વગર બેઠા હતા. દરમિયાન શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ મેયર સુનીલ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં ટોળાં જામ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે સુનીલ સોલંકી સહિત 10 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. નેતાઓ સામે પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી હતી.

આ ઘટના બાદ શહેર પ્રમુખ ડો.વિજય શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે, કોરોના સામેના જંગમાં શહેર પોલીસની કાર્યવાહીને સમર્થન આપું છું અને પોલીસ અન્ય ઘટનાઓમાં નિષ્પક્ષ કાર્યવાહી કરશે તેવી આશા રાખું છું. ડો.વિજય શાહે અન્ય ઘટનાનો ઉલ્લેખ કરતાં તેને લઈને ભાજપી મોરચે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો