ચૂંટણી શાંતિમય માહોલમાં સંપન્ન:વડોદરા જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર સમર્થકોનો જુવાળ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી તાલુકાની ગ્રામ પંચાયતોની તાલુકા સેવન સેવાસદન ખાતે મતગણતરી યોજવામાં આવી હતી. - Divya Bhaskar
સાવલી તાલુકાની ગ્રામ પંચાયતોની તાલુકા સેવન સેવાસદન ખાતે મતગણતરી યોજવામાં આવી હતી.

જિલ્લાના 8 તાલુકામાં તા.19 ડિસેમ્બરના રોજ ગ્રામપંચાયતોની સરપંચ પદ માટે તેમજ વોર્ડ સભ્યપદ માટેની ચૂંટણી શાંતિમય માહોલમાં સંપન્ન થઇ હતી. ક્યાંય કોઇ અજુગતો બનાવ ન બનતાં તંત્રને હાશકારો થયો હતો. બાદ મંગળવાર તા.21ના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું. જે માટે જિલ્લાના વિવિધ કેન્દ્રો પર મતગણતરીનો ધમધમાટ ચાલ્યો હતો. સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્રોની બહાર ઉમેદવારોના સમર્થકોનાં તેમજ ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

મોડી રાત સુધી ગણતરી ચાલી હતી, જેમાં કેટલાંકના પરિણામ જાહેર થતાં વિજેતાઓના સરઘસ નીકળ્યા હતા. આ વખતે બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી પરિણામોમાં વિલંબ થયો હતો. માહિતી મુજબ પાદરાના મેઢાદ ગામમાં રિકાઉન્ટિંગ બાદ 5 વોટથી સરપંચની જીત થઇ હતી.

સાવલી તાલુકાની 46 ગ્રામ પંચાયતની મત ગણતરી તાલુકા સેવાસદન ખાતે હાથ ધરાઈ હતી તો ડેસર તાલુકા સેવા સદને 14 પંચાયતોની મતગણતરી થઇ હતી. તમામ કેન્દ્રો પર લોકો ઉમટી પડતાં સવારથી સાંજ સુધી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ઠેર ઠેર જીતેલા ઉમેદવારોના સમર્થકો અબીલ ગુલાલ અને ડીજેના તાલે નાચતા પણ જોવા મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...