તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Supervisor Of Vadodara Muslim Medical Center Police Searched Place Including His House And Found Objectionable Documents And Literature

સર્ચ ઓપરેશન:વડોદરાના મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝરને સાથે રાખી પોલીસે તેના ઘર સહિતની જગ્યાએ સર્ચ કર્યુ, વાંધાજનક દસ્તાવેજ, સાહિત્ય મળ્યું

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુસ્લિમ મેડિકલ સેન્ટરનો સુપરવાઈઝર કસ્ટડી રિમાન્ડ પર છે - Divya Bhaskar
મુસ્લિમ મેડિકલ સેન્ટરનો સુપરવાઈઝર કસ્ટડી રિમાન્ડ પર છે
  • ગુજરાતના વિવિધ જિલ્લામાં આફ્મી ચેરિટેબલ ટ્રસ્ટના હેતુઓ વિરૂધ્ધ મસ્જિદ બનાવવામાં થેયલા ફંડિંગની તપાસ ચાલુ
  • આરોપી આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલા પાણીના નાળામાં મહંમદહુસેને પેન ડ્રાઈવ તોડી ફેંકી દીધી હતી

ધર્માંતરણ પ્રકરણમાં પૂરાવાના નાશ કરવાના ગુનામાં પકડાયેલા વડોદરાના મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝરને કસ્ટડી રિમાન્ડ દરમિયાન પોલીસે તેને સાથે રાખીને રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને તેના ઘર, મુસ્લિમ મેડિકલ સેન્ટર અને આફ્મી ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસથી વાંધાજનક દસ્તાવેજ અને સાહિત્ય મળી આવ્યું હતું.

પૂરાવાનો નાશ કરવા ફેંકાયેલી પેન ડ્રાઈવની શોધખોળ કરી
5 દિવસના કસ્ટડી રિમાન્ડ પરના આરોપી મહંમદહુસેન ગલામરસુલ મન્સુરીને સાથે રાખીને વડોદરા એસઓજીએ તપાસ કરી હતી. એસઆઈટીના અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ અલગ ટીમોએ આફ્મી ટ્રસ્ટ અને મુસ્લિમ મેડિકલ સેન્ટરની ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન સર્ચ ઓપરેશનમાં વાંધાજનક દસ્તાવેજો અને સાહિત્ય કબ્જે કર્યું છે. આરોપીને સાથે રાખીને તેના ઘરે તેમજ જે જગ્યાએ પેન ડ્રાઈવ તોડી ફેંકી દીધી હતી, તેને રિક્વર કરવા માટે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલા પાણીના નાળામાં તપાસ હાથ ધરી હતી. તેના માટે ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. આ સિવાય ભુજ સહિતના ગુજરાતના વિવિધ જિલ્લામાં આફ્મી ચેરિટેબલ ટ્રસ્ટના હેતુઓ વિરૂધ્ધ મસ્જિદ બનાવવામાં થયેલા ફંડિંગની તપાસ ચાલી રહી છે. પીઆઈની આગેવાનીમાં એસઓજીના નેતૃત્વમાં એક ટીમને ઉત્તર પ્રદેશ તપાસમાં રવાના કરવામાં આવી છે. એક ટીમ ભુજ તપાસમાં જવા રવાના કરવામાં આવી છે.

શુક્રવારે મહંમદહુસેનની ધરપકડ કરાઈ હતી
આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની યુ.પી. પોલીસ વડોદરા આવીને ધરપકડ કરી ગયા બાદ આ પ્રકરણની વધુ તપાસ એસ.આઇ.ટી. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે એસ.આઇ.ટી. દ્વારા શુક્રવારે આફ્મી ટ્રસ્ટના ટ્રસ્ટીના કહેવાથી પૂરાવાનો નાશ કરનાર પાણીગેટ ખાતે આવેલા મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર મહંમદહુસેન ગુલામરસુલ મન્સુરીની (રહે. શ્યામવાલા કોમ્પ્લેક્ષ, પાણીગેટ) 27 ઓગસ્ટે ધરપકડ કરી હતી. જ્યારે 28 ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરાતા તેના 5 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયા હતા. 29 ઓગસ્ટે તેને સાથે રાખીને પોલીસની વિવિધ ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું.

પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા
એસ.આઇ.ટી.ના કન્વીનર એ.સી.પી. ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, મહંમદ હુસેન મન્સુરીએ આફ્મી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખના કહેવાથી ટ્રસ્ટ અંગેની કેટલીક માહિતીના ડેટાવાળી પેન ડ્રાઇવ તોડી નાંખી હતી. તે ઉપરાંત કેટલાંક મહત્વના પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. આથી આ પ્રકરણમાં વધુ વિગતો મેળવવા માટે મહંમદ હુસેન મન્સુરીને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ 5 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હવાલાના પૈસામાં 2 આંગડિયા પેઢીના કર્મચારીની પૂછપરછ
સુત્રોએ જણાવ્યું હતું કે હવાલાથી આવેલા પૈસાના મુદ્દે તપાસ કરી રહેલી પોલીસે શહેરની એક આંગડિયા પેઢીના કર્મચારી અને તથા મહારાષ્ટ્રના એક આંગડિયા પેઢીના કર્મચારી સહિત 2 જણાની પૂછપરછ કરી છે અને કેટલા પૈસા હવાલાથી કોના મારફતે મોકલાયા હતા તેની તપાસ કરાઇ રહી છે.

ભૂજ સહિતનાં સ્થળે નિર્મિત મસ્જિદોના ફંડિંગની તપાસ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સલાઉદ્દીન શેખે આફમી ટ્રસ્ટમાં સેવા માટે મેળવેલા ફંડનો દેશભરમાં 103 જેટલી મસ્જિદો બનાવવામાં ઉપયોગ કરાયો હતો, તેવું તપાસમાં બહાર આવ્યા બાદ ગુજરાતમાં ભૂજ સહિત અલગ-અલગ જિલ્લામાં કેટલાં સ્થળોએ આ ફંડમાંથી મસ્જિદો બનાવાઇ છે અને તેમાં કેટલું ફંડ વપરાયું હતું તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઇ છે. પોલીસની એક ટીમ આ મુદ્દાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.