ક્રાઈમ:સુન્ની ભાઇઓ પાસા એક્ટ હેઠળ રાજકોટ-ભૂજ જેલમાં ધકેલાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હુસેનને 8મી વખત, સિકંદરને ત્રીજી વખત પાસા
  • હુસેન વિરુદ્ધ 68 અને સિકંદર સુન્ની સામે 20 ગુના નોંધાયા છે

માથાભારે હુસેન સુન્ની સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખંડણી માંગવા માટે 2 ફરિયાદ નોંધવામાં આવી હતી અને શનિવારે પોલીસને મર્ડરની ખોટી માહિતી આપવા માટે પોલીસે તેના વિરુદ્ધ કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી. હુસેન સામે અત્યારસુધીમાં કુલ 68 ગુના નોંધવામાં આવ્યા છે. તેને 2 વાર તડીપાર કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરીત કાર્યાવાહી કરીને આઠમી વાર પાસા એક્ટ હેઠળ રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

હુસેન સુન્નીએ શનિવારે રાત્રે ભુતડીઝાપા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વ્યક્તિ રસ્તા પર પડ્યો હોવાને કારણે હુસેન સુન્નીએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરીને જણાવ્યું હતું કે એક વ્યક્તિનુ મર્ડર થઈ ગયું છે. માથાભારે આરોપી હુસેન સુન્ની દ્વારા મેસેજ આવ્યો હોવાને કારણે શહેર પોલીસનો કાફલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે વ્યક્તિનુ કુદરતી મોત થયાનું બહાર આવ્યું હતુ. કુદરતી મોતને મર્ડર તરીકે જણાવીને પોલીસને દોડતી કરવા માટે તેના વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

હુસેન સુન્ની સામે કારેલીબાગ પોલીસ મથક અને સિટી પોલીસ મથકમાં 68 ગુના નોંધાયા છે અને તેના વિરુદ્ધ 8 વાર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પણ 1 મહિના અગાઉ પાસામાંથી છૂટીને આવ્યો હતો અને હાથીખાના વિસ્તારમાં લોકો પાસે ખંડણી માંગી રહ્યો હતો. જેથી 1 વેપારી અને 1 રહિશે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ એક વાર હુસેન સુન્નીને પાસા એક્ટ હેઠળ રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હુસેન સુન્નીનો ભાઈ સિકંદર સુન્નીને ત્રીજી વાર પાસા એક્ટ હેઠળ ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. તે પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. સિંકદર સુન્નિ વિરુદ્ધ પણ 20 ગુના નોંધાયા છે અને તેને પણ 2 વાર પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો છે અને તેને 5 વાર તડીપાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...