વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા બાળકોમાં પોલીસનો ભય દૂર થાય તેવા આશય સાથે ગ્રીષ્મ શિબીરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 163 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી યોજાયેલી શિબિરમાં બાળકોને સાઈબર ક્રાઇમ, ટ્રાફિક, વ્યસનમુક્તિ, સ્વરક્ષણ તેમજ શી ટીમ બાબતે જાગૃત કરાયા હતાં.
ટ્રેકિંગ તેમજ હેરિટેજ સાઈટ લઈ જવાયા
આ ગ્રીષ્મ શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ચાંપાનેર- પાવાગઢ ખાતે ટ્રેકિંગ તેમજ હેરિટેજ સાઇટ વિઝિટ કરાવવામાં આવ્યુ હતું. સાથે સાથે બાળકોને સાઈબર ક્રાઇમ, ટ્રાફિક, વ્યસનમુક્તિ, સ્વરક્ષણ તેમજ શી ટીમ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.
બાળકોને પ્રમાણપત્ર અપાયા
આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં પોલીસનો ભય દૂર કરી પોલીસ સાથે મિત્રતા કેળવવાનો તેમજ જ્ઞાન સાથે ગમ્મત મળી રહે અને બાળકોમાં આત્મવિશ્વાસ, સ્વનિર્ભરતા, ટીમ ભાવના તથા સાહસિકતાનો સંચાર થાય એવો છે. ગ્રીષ્મ શિબિરના અંતમાં બાળકોને વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.