તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોતાના સગા સાળાએ બનેવીનું બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બોગસ વેચાણ દસ્તાવેજના આધારે સિન્ડિકેટ બેંકના અધિકારી અને વકીલની મદદથી 3.95 કરોડની કેશ ક્રેડિટથી પૈસા મેળવ્યા બાદ મિલકત બારોબાર સિન્ડિકેટ બેંકમાં મોર્ગેજ કરી દઇ છેતરપિં૰ડી આચરાઇ હોવા બાબતની ફરિયાદ પોલીસમાં નોંધાયા બાદ સયાજીગંજ પોલીસે સાળાના પુત્રની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.
સયાજીગંજ પોલીસમાં બિલ્ડર સમીર સુરેન્દ્ર જોશીએ તેમના સાળા સુકુમાર પ્રફુલચન્દ્ર જોશી (શ્રી જ્ઞાનજીવન રેસિડેન્સી, કારેલીબાગ) તથા બીના સુકુમાર જોશી, ધ્રુમીલ સુકુમાર જોશી, નટવરભાઇ ડી પરમાર અને વંદનાબેન એમ જોશી તથા અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુકુમાર જોશી અને અન્યોએ એકબીજાના મેળાપીપણામાં બંને મિલકતો પર બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હોવા છતાં અને ફ્લેટો બની ગયેલા હોવા છતાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ખોટી સહીઓ કરી તેના આધારે બોગસ વેચાણ દસ્તાવેજ કરી આ મિલકત ખુલ્લા પ્લોટ હોવાનું જણાવી સિન્ટિકેટ બેંકના અધિકારી અને વકીલ સાથે મેળાપીપણું કરી 5 કરોડની લોન મંજૂર કરાવી તે પૈકી 3.95 કરોડની કેશ ક્રેડિટનાં નાણાં મેળવી મિલકતો મોર્ગેજ કરી હતી.
સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી ધ્રુમીલ સુકુમાર જોશીની અટકાયત કર્યા બાદ કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ આવ્યો હતો જેથી સોમવારે ધ્રુમીલની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી વધુ તપાસ શરુ કરી હતી. સમગ્ર પ્રકરણમાં સૂત્રધાર મનાતા સુકુમાર જોશીની શોધખોળ હાથ ધરાઈ છે,સોમવારે પોલીસે સુકુમારના આશ્રય સ્થાનો પણ ખોજ આરંભી હતી પણ તેનો કોઈ પતો મળ્યો ન હતો આ ઉપરાંત બેંક અધિકારીની મીલીભગતની પણ તપાસ ચાલુ કરાઇ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.