તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કરોડોની છેતરપિંડીમાં સંડોવાયેલા સુકુમાર જોષીની આખરે ધરપકડ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોગસ દસ્તાવેજોના આધારે રૂા.3.95 કરોડની ઠગાઈ કરી હતી
  • આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા

બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બોગસ વેચાણ દસ્તાવેજથી સિન્ડિકેટ બેંકના અધિકારી અને વકીલની મદદથી 3.95 કરોડની છેતરપીંડી ના બનાવમાં સંડોવાયેલ સુકુમાર જોષીને સયાજીગંજ પોલીસે ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બિલ્ડર સમીર સુરેન્દ્ર જોશીએ તેમના સાળા સુકુમાર પ્રફુલચન્દ્ર જોશી તથા બીના સુકુમાર જોશી, ધ્રુમીલ સુકુમાર જોશી સહિત સામે આરોપ લગાવ્યો હતો કે સુકુમાર જોશી અને અન્યોએ એકબીજાના મેળાપીપણામાં બંને મિલકતો પર બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હોવા છતાં અને ફ્લેટો બની ગયેલા હોવા છતાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ખોટી સહીઓ કરી તેના આધારે બોગસ વેચાણ દસ્તાવેજ કરી આ મિલકત ખુલ્લા પ્લોટ હોવાનું જણાવી સિન્ટિકેટ બેંકના અધિકારી અને વકીલ સાથે મેળાપીપણું કરી 5 કરોડની લોન મંજૂર કરાવી તે પૈકી 3.95 કરોડની કેશ ક્રેડિટનાં નાણાં મેળવી મિલકતો મોર્ગેજ કરી હતી.

આરોપી મુખ્ય સૂત્રધાર અને ષડ્યંત્રકાર છે
આરોપી સુકુમાર જોષીના રિમાન્ડની માંગણી કરતાં તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે, આરોપીનું નામ પ્રથમથી જ એફઆઇઆરમાં છે. આરોપી મુખ્ય સુત્રધાર અને ષંડયંત્રકાર છે. ફરિયાદીની મિલ્કત બારોબાર મોર્ગેજ કરેલી હોય તે દિશામાં તપાસ કરવાની છે. નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે ? તેની તપાસ કરવાની છે. ખોટુ કુલમુખત્યારનામુ બનાવવામાં આવ્યું છે તે ક્યાં, કોણે અને ક્યારે બનાવ્યું છે ? તેની તપાસ કરવાની છે. દસ્તાવેજો કબજે કરવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...