તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કામ ન મળતાં ડિપ્રેશનમાં આવી યુવકનો આપઘાત, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉન અને ત્યારબાદ મજૂરી કામ ન મળતાં માણેજાના યુવાને તેના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાના પગલે મકરપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માણેજા ગામમાં રહેતા 35 વર્ષના પ્રમોદભાઈ ચૌહાણ તેમનાં માતા-પિતા સાથે રહેતા હતા. તેઓ છૂટક મજૂરી કરતા હતા, પરંતુ લોકડાઉનના કારણે તેઓને મજૂરી કામ મળતું ન હોવાથી તેઓ ઘણા ડિપ્રેશનમાં હતા.

છેલ્લા ઘણા દિવસોથી કામ ન મળતાં તેઓની આર્થિક સ્થિતિ પણ ઘણી ખરાબ થઈ હતી. તદુપરાંત તેઓના પિતાની પણ નોકરી છૂટી જતાં તેઓ હતાશ થયા હતા. પ્રમોદભાઈએ પોતાના મકાનમાં ગુરુવારે સાંજે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાંજે તેમના પિતા બહારથી ઘરે આવતાં તેઓ પુત્ર પ્રમોદને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોકી ઊઠ્યા હતા. તેઓએ બુમરાણ મચાવતાં વાડામાં બેઠેલા પ્રમોદભાઈની માતા પણ દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...