ક્રાઇમ:બદલીના સ્થળે હાજર થતાં પૂર્વે એસઆરપી જવાનનો આપઘાત

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયેન્દ્રસિંહ જાડેજા - Divya Bhaskar
જયેન્દ્રસિંહ જાડેજા
  • સુશેન સર્કલ નજીકના ક્વાર્ટર્સની બાલ્કનીમાં ગ્રીલ પર દોરી વડે ફાંસો ખાધો, સંતાનો સૂતાં હતાં અને પત્ની બહાર ગઈ હતી ત્યારે અંતિમ પગલું ભરી લીધું
  • સાબરકાંઠાના મંડાણા બદલી થતાં ગુરુવારે છૂટા કરાયા હતા

તરસાલીના સુશેન સર્કલ નજીક આવેલા એસ.આર.પી ગ્રુપના કવાટર્સમાં રહેતા એસ.આર.પી જવાને ત્રીજા માળની બાલ્કનીમાંથી  ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાબરકાંઠાના મંડાણા ખાતે બદલી થતાં તેઓને ગુરુવારના રોજ  SRP ગ્રૂપ 9માંથી છુટા કરવામાં આવ્યા હતા. બદલીના સ્થળે હાજર થતાં પૂર્વે જ એસઆરપી જવાને ફાંસો ખાઇને આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. 

એસ.આર.પી ગ્રુપના કવાટર્સમાં ત્રીજા માળે રહેતા હતા
પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના એસ.આર.પી ગ્રૂપ 9માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 45 વર્ષના જયેન્દ્રસિંહ જાડેજા સુશેન સર્કલ નજીક આવેલા એસ.આર.પી ગ્રુપના કવાટર્સમાં ત્રીજા માળે રહેતા હતા. તેઓના પરિવારમાં પત્ની, 15 વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રી છે. શુક્રવારે સવારે તેઓએ ત્રીજા માળે મકાનની બાલ્કનીમાં ગ્રીલ પર દોરી વડે ગળેફાંસો ખાધો હતો. જયેન્દ્રસિંહનો મૃતદેહ ગેલેરીમાંથી નીચે લટકેલો નજરે પડતા ક્વાર્ટર્સમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર સવારે સંતાનો સુતા હતા.અને તેમની પત્ની કામ અર્થે ઘરની બહાર ગઇ હતી. તે સમયે જ્યેન્દ્રસિંહે આપઘાત કર્યો હોય શકે. સાબરકાંઠાના મંડાણા ખાતે તેઓની બદલી થઈ હતી અને ગઈ કાલે જ તેઓને એસ.આર.પી ગ્રૂપ 9 માંથી છુટા કરાયા હતા. 45 વર્ષના જયેન્દ્રસિંહે જીવન ટૂંકાવતા તેમના બંને સંતાનોએ  પિતાની છત્રછાયા ગુમાવી હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...