તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:માતાના ઠપકાથી લાગી આવતાં પુત્રનો આપઘાત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શેરખીના યુવકને નાણાં બાબતે ઠપકો આપ્યો હતો
  • દશરથમાં કિશોરે અગમ્ય કારણોસર ફાંસો ખાધો

પાદરાની ફાર્મા કંપનીમાં નોકરી કરતા યુવકને તેની માતાએ ઠપકો આપતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાના પગલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શહેર નજીક આવેલા શેરખી ગામમાં 19 વર્ષનો મયુર મગનભાઈ ગોહિલ રહેતો હતો. મયુર પાદરાની ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. તે અવારનવાર તેની માતા પાસે નાણા માંગતો હતો.

જોકે ગઈકાલે તેની માતાએ નાણા નહી આપતા તેને માઠું લાગ્યુ હતું. જેના પગલે મયુરે ઘરની બાજુમાં પતરાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે બીજા બનાવમાં દશરથ ગામે ભારતસિંહ ડાભી રહે છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દશરથ ગામ સ્મશાન પાસે આવેલી કંપનીના કબોટર્સમાં તેઓ તેમની બીજી પત્ની સાથે રહે છે. લોકડાઉનમાં તેમની બીજી પત્ની સાથે રહેતો 14 વર્ષનો પુત્ર દશરથ રહેવા આવ્યો હતો. બવિવારે ભારતસિંહ તેમની પત્ની સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. જ્યારે પુત્ર ઘરે એકલો જ હતો. દરમ્યાન ગઈકાલે રાતે તેણે પોતાના મકાનમાં ગળેફાંસો ખાધો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...