તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બિલ્ડરની ઓફિસમાં નોકરી કરતી યુવતીનો આપઘાત

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ચિઠ્ઠીમાં લખ્યું, ‘મોત માટે કોઈ જવાબદાર નથી’
 • ઘરે એકલી હતી ત્યારે ફાંસો ખાઇ લીધો

કારેલીબાગના બિલ્ડરની ઓફિસમાં નોકરી કરતી આજવા રોડની 19 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સુસાઇડ નોટમાં તેના આ પગલાં માટે કોઇ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર આજવા રોડની સૌજન્ય રેસિડેન્સીમાં રહેતી 19 વર્ષની ભાગ્યશ્રી પ્રજાપતિએ ડિપ્લોમા સિવિલનો અભ્યાસ કર્યો હતો. હાલમાં તે કારેલીબાગમાં બિલ્માંડરની ઓફિસમાં નોકરી કરતી હતી. તેના પિતા રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જયારે માતા ઘરકામ કરે છે.

મંગળવારે ભાગ્યશ્રી તેના ઘરે હતી. તે સમયે તેનો ભાઈ ઝેરોક્ષ કરાવવા બહાર રહ્યો હતો. તે સમયે ભાગ્યશ્રીએ તેના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેનો ભાઈ ઝેરોક્ષ કરાવીને પરત ઘરે આવતા તેને આ ઘટના અંગે જાણ થઈ હતી. ભાગ્યશ્રીના ભાઈએ બનાવની જાણ તેના માતા પિતાને કરતા તેઓ ઘરે ઘરે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેના આ પગલાં માટે કોઇ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાપોદ પોલીસે સ્યુસાઇડ નોટ કબજે લઇ ભાગ્યશ્રીના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો