આપઘાત:કોરોના મટ્યા બાદ અશક્ત બનેલી યુવતીનો આપઘાત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મૂળ ઓરિસ્સાની અને વાસણા રોડની સોસાયટીમાં મામના ઘરે રહેતી યુવતીએ ગળેફાંસો ખાધો હતો. કોરોનામાંથી સાજા થયા બાદ તે સતત અશક્તિ અનુભવતી હતી. બનાવ સંદર્ભે પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મૂળ ઓરિસ્સા અને શહેરના વાસણા રોડ પર રહેતી 24 વર્ષની સુસ્મિતા સહદેવ બેહરાએ ગળેફાંસો ખાધો હતો. બે મહિના અગાઉ તેણી ઓરિસ્સામાં કોરોનાથી સંક્રમિત થઈ હતી. ત્યાં સાજા થયા બાદ તેને અશક્તિ રહેતી હોવાની અને ખાવા પીવામાં ભારે પરેશાની થતી હતી. જેના કારણે બે મહિના અગાઉ તે વડોદરામાં વાસણા રોડ પર તેના મામાના ઘરે આવી હતી. શુક્રવારે તેના મામા અને મામી દ્વારકા ખાતે ગયા હતા. જ્યારે માતા બીજા રૂમમાં ટીવી જોઈ રહી હતી. તે સમયે સુસ્મિતાએ બીજા રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...