તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ખાનગી લેબમાં નોકરી કરતાં યુવકનો આપઘાત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગળાની નસ દબાતી હોવાથી નોકરી છોડી હતી

શહેરના બકરાવાડી વિસ્તારમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવક બીમારીથી પીડાતો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. શહેરના બકરાવાડી વિસ્તારમાં 30 વર્ષનો તુષાર અશોક પરમાર રહેતો હતો. તુષાર ચાર વર્ષ અગાઉ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. ગળાની નસ દબાતી હોવાથી તેણે નોકરી છોડી હતી.

છેલ્લા ઘણા સમયથી તે ઘરે જ હતો. હાલમાં તેણે દવા લેવાની પણ બંધ કરી હતી. તેઓના માતા ખાનગી લેબમાં નોકરી કરતા હોવાથી શનિવારે તેઓ ફરજ પર ગયા હતા. તે સમયે તુષારે તેના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેના બહેન ઘરે આવતાં મકાનનો દરવાજો બંધ જણાયો હતો. પાડોશીઓને બોલાવી તેઓએ મકાનનો દરવાજો ખોલ્યો હતો. જેમાં તુષાર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા નવાપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો