તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:નાના પુત્રના મહેણાંથી તંગ માતા-પુત્રનો ઘઉંમાં નાખવાની ગોળી ખાઈ આપઘાત

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • છાણીની પટેલ વાડી પાસે આવેલા રાણાવાસની ઘટનાથી ગામમાં ગમગીની
 • નસો ખેંચાવાની બીમારીથી પીડાતાં મોટા પુત્રે સારવાર બંધ કરી દેતાં નાના પુત્રે ટકોર કરી હતી

છાણીમાં માતા-પુત્રે રવિવારે અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ ખાઇ લેતાં પુત્રનું ઘરે જ મોત નિપજ્યું હતું, જ્યારે માતાનું સયાજીમાં મોત થયું હતું. પુત્ર ખેંચની બીમારીથી પીડાતો હતો અને તેનો બીજો પુત્ર મહેણાં-ટોણાં મારતો હોવાથી આઘાતમાં બંનેએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સપાટી પર આવ્યું છે.છાણીની પટેલ વાડી પાસે આવેલા રાણાવાસમાં મંજૂલાબેન રમેશભાઇ રાણા સાથે તેમનો અપરીણિત પુત્ર વિમલ અને અન્ય એક નાનો પુત્ર રહેતો હતો.

વિમલ છેલ્લાં કેટલાંક વર્ષથી હાથની નસો ખેંચાવાની બીમારીથી પીડાતો હતો. તેને વારંવાર તાવ આવતો હતો. કેટલાક દિવસ પહેલાં જ તેને છાણીની ચાર્મી હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાતાં ઘરે લાવ્યા હતા. દરમિયાન વિમલે ખેંચની દવા નિયમિત લેવાનું બંધ કર્યું હતું, ઉપરાંત ફિઝિયોથેરાપીની કસરતો પણ બંધ કરી દીધી હતી. જેને પગલે કંટાળી જઇને મંજૂલાબેનનો દરજીકામ કરતો નાનો પુત્ર વારંવાર માતા-પુત્રને મહેણાં-ટોણાં મારતો હતો. પરિણામે રવિવારે બપોરે 12 વાગ્યાના સુમારે પુત્ર વિમલે ઘઉંની સાચવણીમાં વપરાતી એલ્યુમેનિયમ ફોસ્ફેટની ગોળીઓ ખાઇ લીધી હતી.

ત્યારબાદ એ જ સમયગાળા દરમિયાન માતાએ પણ એ જ ગોળીઓ ખાઇ લીધી હતી. બપોરે દોઢ વાગ્યાના સુમારે વિમલે આ વાત પરિવારજનોને કરી હતી. જોકે પરિવારજનો 108ને ફોન કરે તે અગાઉ જ માતા મંજૂલાબેનની તબિયત પણ કથળી હતી. બીજી તરફ એમ્બ્યુલન્સ આવી ત્યારે વિમલનું પ્રાણપંખેરું ઊડી ચૂક્યું હતું.

મંજૂલાબેનને એસએસજીમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં તેમનું મોત થયું હતું છાણી પોલીસના જણાવ્યા અનુસાર વિમલ છેલ્લાં એક વર્ષથી કોઇ કામ-ધંધો કરતો ન હતો. તેની માનસિક હાલત પણ સ્થિર ન હતી. આ સ્થિતિ તેની માતા મંજૂલાબેનને પણ સહન થતી ન હતી. છેવટે બંનેએ ઝેરી ગોળીઓ ખાઈ લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો