આત્મહત્યા:ડભોઇ રિંગ રોડ પર 2 સંતાનોના પિતાનો ફાંસો ખાઈ આપઘાત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતક બરોડા ડેરીમાં નોકરી કરતા હતા

શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર બે બાળકીઓના પિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પત્ની અને બાળકીઓ તેમના પિયરમાં ગયાં હતાં. જોકે તેણે કયાં કારણોસર આ પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી. વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર દ્વારકેસ રેસિડેન્સીમાં રહેતા 35 વર્ષના અંકિત નરેશભાઈ મિસ્ત્રી તેઓ બરોડા ડેરીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી કરતા હતા. ગત 13મી તારીખે તેમનાં પત્ની 2 બાળકીઓ સાથે તેમના પિયરમાં ગયાં હતાં, જ્યારે ઘરે અંકિત મિસ્ત્રીનાં માતા-પિતા હાજર હતાં. દરમિયાન તેઓ મોડી રાતે ટીવી જોઈ ઉપરના માળે સૂવા ગયા હતા. સવારે ફરજ પર જવાનું હોવાથી માતા તેમને વહેલી સવારે ઉપરના માળે ઉઠાડવા ગયાં હતાં. જોકે તેઓએ રૂમનો દરવાજો ન ખોલતાં માતાએ બૂમાબૂમ કરી હતી. જેને પગલે પાડોશીઓ ઘરે દોડી આવ્યા હતા. તેઓએ રૂમનો દરવાજો તોડી જોતાં અંકિત મિસ્ત્રી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...