તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ઉંમર સાથે બીમારી વધતાં હતાશ વૃદ્ધની આત્મહત્યા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડાઇનિંગ ટેબલ પરથી વૃદ્ધની સુસાઇડ નોટ મળી
  • સુભાનપુરામાં 83 વર્ષના વૃદ્ધે ફાંસો ખાઈ લીધો

શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા 83 વર્ષના વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમના મકાનમાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં ઉંમર વધવા સાથે બીમારીઓ વધી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના સુભાનપુરા શ્રેયનગર સોસાયટીમાં રહેતા 83 વર્ષના ગોપાલભાઈ અમીનનાં પત્નીનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેઓ એકલવાયું જીવન ગુજારતા હતા. સોમવારે સવારે કામવાળાં બહેન ગોપાલભાઈના ઘરે પહોંચ્યાં હતાં અને તેઓએ મકાનમાં જઇ જોતાં ગોપાલભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

ઘટનાના અંગે તેમણે પાડોશીઓને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસને મકાનના ડાઇનિંગ ટેબલ પરથી એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, મારી ઉંમર વધી ગઈ છે. દિવસે દિવસે બીમારીઓ વધતી જાય છે. તેથી આ પગલું ભરું છું. આના માટે કોઈ જવાબદાર નથી. પોલીસે સ્યૂસાઇડ નોટ કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી.

જ્યારે માણેજાનો 42 વર્ષિય રહીશ મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરતા હતા. તેઓ ત્રણ મહિનાથી નોકરી પર જતા નહતા. રવિવારે પત્ની પિયરમાં ગયાં હતાં અને મોટો ભાઈ નોકરી પર હતો તે સમયે તેઓએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની દવા ચાલતી હોવાનું સપાટી પર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...