આઈશાની જેમ જ નફીસાનો કાળજું કંપાવતો આપઘાત:સાબરમતી રિવરફ્રન્ટ પર પડતું મૂકવા આવી હતી, વીડિયો બનાવી 2 વાર પ્રયાસ કર્યો, અંતે વડોદરાના ઘરમાં ફાંસો ખાધો

વડોદરા11 દિવસ પહેલા

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં આઇશા નામની યુવતીએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ પતિના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. એવી જ ઘટના ફરી એકવાર બની છે, જેમાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીનાં પરિવારજનોએ આજે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યો હતો એ પણ મીડિયા સમક્ષ આવ્યા છે.

અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસાએ અંતિમ વીડિયો ઉતાર્યો હતો.
અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસાએ અંતિમ વીડિયો ઉતાર્યો હતો.

પ્રેમીએ દગો દેતાં રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો
નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાનો વીડિયો પણ બનાવ્યો હતા, જેમાં તે કહી રહી છે કે રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.

નફીસાએ વડોદરામાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
નફીસાએ વડોદરામાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા... મેં ક્યા બોલું
અન્ય એક વીડિયોમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર નફીસા કહી રહી છે કે કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા... મેં ક્યા બોલું.

અમદાવાદ રિવરફ્રન્ટ પર વીડિયો ઉતાર્યા બાદ યુવતીએ ઘરે આવીને આપઘાત કર્યો હતો.
અમદાવાદ રિવરફ્રન્ટ પર વીડિયો ઉતાર્યા બાદ યુવતીએ ઘરે આવીને આપઘાત કર્યો હતો.

આઈશાએ પતિના ત્રાસને કારણે મોતને વહાલું કર્યું હતું
25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વહાલું કરતાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી હતી, જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો હતો.

નફીસાનાં પરિવારજનો ફરિયાદ કરવા માટે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં.
નફીસાનાં પરિવારજનો ફરિયાદ કરવા માટે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...