• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Suicide Attempt Of Businessman Threatened With Revolver By Father son Manager Of Finance Company To Collect Amount With Interest In Vadodara

વ્યાજખોરોનો ત્રાસ:વડોદરામાં વ્યાજ સાથે રકમ વસૂલવા ફાઇનાન્સ કંપનીના સંચાલક પિતા-પુત્ર દ્વારા રિવોલવર બતાવી ધમકી આપતા ઉદ્યોગપતિનો આપઘાતનો પ્રયાસ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇવ તસવીર - Divya Bhaskar
ફાઇવ તસવીર
  • ઉદ્યોગપતિ પાસેથી ખોટી પેનલ્ટી અને વધુ વ્યાજે અઢળક રકમ પડાવી જમીનનું બાનાખત કરાવી લીધું
  • ફાઇનાન્સ સંચાલક સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

વડોદરામાં રિવોલ્વરની અણીએ ફાઇનાન્સર પિતા-પુત્રએ ઉદ્યોગપતિ પાસેથી જમીન પચાવી પાડી હતી. ઉપરાંત ખોટી પેનલ્ટી અને વ્યાજ ચઢાવી ભાડૂતી ગુંડાઓ દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ફાઇનાન્સર પિતા-પુત્રનો ત્રાસ સહન ન થતાં ઉદ્યોગપતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં, ફાઇનાન્સ કંપનીના સંચાલકો દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. આખરે, ઉદ્યોગપતિએ ક્રાઈમ બ્રાન્ચમાં ફાઇનાન્સ સંચાલક પિતા પુત્ર સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચે ફરિયાદના આધારે વ્યાજખોર કંપનીના સંચાલકો સામે ખંડણી , ધાકધમકી, છેતરપિંડી અને નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉદ્યોગપતિને નાણાંની જરૂરીયા ઉભી થતાં ફાઇનાન્સ કંપનીનો સંપર્ક કર્યો હતો
ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા શિરીષભાઈ મોહિતે મકરપુરા જીઆઇડીસી ખાતે ફ્રોઝન ફૂડ નામની કંપની ધરાવે છે. વર્ષ 2016 દરમિયાન ધંધાકીય હેતુથી નાણાની જરૂરિયાત ઉભી થતાં ઓમ એન્ટરપ્રાઇઝ તેમજ એચ.યુ.એફ નામથી ફાઇનાન્સની ઓફિસ ધરાવી નાણાં ધીરવાનું કામ કરતા પ્રણવ રક્ષેશ ત્રિવેદી તથા રક્ષેશ રજનીકાંત ત્રિવેદી ( રહે - અતુલ સોસાયટી, અનાવિલ ભવનની બાજુમાં, કારેલીબાગ ) નો સંપર્ક સાંધ્યો હતો. તેઓની કોઠી કચેરી આનંદપુરા નાકા પાસેના લક્ષ્મીનારાયણ કોમ્પલેક્ષમાં ઓફિસ છે.

ફાઇનાન્સ કંપની દ્વારા 15.75 ટકા વસુલ કરવામાં આવ્યુ હતુ
શિરીશભાઈએ પ્રણવ અને રક્ષેસ પાસેથી સૌ પ્રથમ વખત 5.4 લાખની રકમ કોરો ચેક આપી દોઢ ટકા વ્યાજે લીધી હતી. તે સમયે પ્રોમિસરી નોટ ઉપર સહી પણ કરાવી હતી. ત્યારબાદ વર્ષ 2017 દરમિયાન વ્યાજે લીધેલી રકમ અને વ્યાજના ચૂકવી દીધું હતું. ત્યારબાદ ફરી વખત 32.49 લાખ વ્યાજે લીધા હતા. જેની પણ સમયસર ચુકવણી ચાલુ હતી. પરંતુ હિસાબ બાબતે પ્રણવ તથા રક્ષેસ યોગ્ય જવાબ આપતા ન હતા. અને ધાકધમકી આપી ઉદ્યોગપતિ પાસેથી 68.13 લાખ રોકડા , ચેક તથા આરટીજીએસટીથી કઢાવી લીધા હતા. 15.75 ટકા વ્યાજ પ્રમાણેખોટી પેનલ્ટી ,વ્યાજ વિગેરે ગણી વધારે 33.23 લાખ પડાવ્યા છે. વર્ષ 2018 દરમિયાન પ્રણવ અવારનવાર ફોન કરી 7.20 લાખ જમા કરવા માટે દબાણ કરતો હતો. અને જણાવ્યું હતું કે, તારાથી પૈસા ના બનતા હોય તો જમીનનો દસ્તાવેજ કરી આપ. જેથી સિરીશભાઈ અને તેમની પત્ની ડિપ્રેશનમાં રહેતા હતા. ના છૂટકે બામણ ગામની સ્કીમ હોરાઇજન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અસલ દસ્તાવેજની ફાઈલ પ્રણવ તથા રક્ષેસને આપી હતી.

પત્નીને હાથમાં પ્લાસ્ટર હોવા છતાં સહીઓ કરવા બોલાવ્યા
દરમિયાન શિરીશભાઈની પત્નીના હાથે પ્લાસ્ટરનો પાટો હોવા છતાં રજીસ્ટરની ઓફિસે બોલાવી હતી. અને બાનાખત માટે દબાણ કરી પ્રણવે ધમકી આપી હતી કે, તમને છોકરો વહાલો છે કે જમીન વ્હાલી છે. આ મારી સાથે મારો માણસ માર્શલ કહાર છે તેણે બે મર્ડર કર્યા છે. અને શિરીશભાઈની પત્નીના અંગૂઠાનું પ્લાસ્ટર હટાવી બળજબરીથી સહીઓ કરાવી હતી. પ્રણવ પોતાની મરજી મુજબ અમારા ખાતામાં નાણા જમા કરાવી પરત માંગતો હતો અને તેમ ન કરવું હોય તો 65 લાખની માંગણી કરતો હતો. તેના કહેવા મુજબ નાણાં જમા લઈ પરત આપ્યા બાદ ખોટી રીતે પૈસા બાકી બતાવી તેનું પણ વ્યાજ માંગતો હતો.

ટેબલ ઉપર રિવોલ્વર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી
શિરીશભાઈએ જણાવ્યું હતું કે, મૂડી કરતાં વધારે રકમ ચૂકવી છે. જમીનનું બાનાખાત પણ કરી આપ્યું છે હવે શેના પૈસા માંગો છો ?. મને પહેલા હિસાબ આપો. તે સમયે પ્રણવ ત્રિવેદીએ ટેબલ ઉપર રિવોલ્વર મૂકી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વિજય કહાર ,ગૌરાંગ મિસ્ત્રી અને રાહુલ શાહ અવારનવાર ફોન કરી તેમજ ઘરે આવી મકાન ,દાગીના, કાર વેચાણ કરી રકમ જમા કરાવવા માટે જણાવતા હતા. પ્રણવે તેની ઓફિસમાં શિરિશભાઈની પત્નીને બોલાવી પતિ અને છોકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી 10 જેટલી કોરી પ્રોમિસરી નોટ તેમજ વાઉચર ઉપર સહિઓ કરાવી હતી. જે બાબતે અગાઉ માંજલપુર પોલીસ મથકે અરજી આપી હતી.

વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યોગપતિએ જીવનનો અંત આણવાનો ફેંસલો લીધો
કાર પણ વેચવાનો સમય આવતા ઉદ્યોગપતિ માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને ડિપ્રેશનમાં આવી સમસ્યાથી પોતે અને પરિવારને બહાર નીકળવા આપઘાતનો વિચાર કર્યો હતો. દરમ્યાન શિરિશભાઈએ સુસાઇડ નોટ લખી પત્નીને વોટસએપ કરી વંદા મારવાની દવા પી જઈ સુઈ ગયા હતા. પરિવારજનો શિરિશભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જતા તેમનો જીવ બચ્યો હતો. તે સમયે પણ મામલો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. વર્ષ 2019 દરમિયાન વડોદરા પોલીસ કમિશનરે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવી હતી. જેમાં માંજલપુર પોલીસની અરજી સંદર્ભમાં પ્રણવે સમાધાન પેટે જમીનનો બાનાખત કેન્સલ કરાવી કોરા ચેક પાછા આપવાની સાથે કોઈપણ પ્રકારની રકમ નહીં માંગવાની બાહેધરી આપી હતી. તેમ છતાં કોરા ચેકનો દુરુપયોગ કરી બાઉન્સ કરાવી 138 મુજબની ખોટી ફરિયાદ કરી હતી.